Not Set/ આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને મળ્યા પહેલા લેફ્ટનન્ટ ગવર્નર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરનાં વિભાજન પૂર્વે સત્યપાલ મલિક રાજ્યનાં રાજ્યપાલને સ્થાનાંતરિત કર્યા અને તેમના સ્થાને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનાં નાયબ રાજ્યપાલ તરીકે ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરી. વળી રાધા કૃષ્ણ માથુરને કેન્દ્ર શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે. ભારતીય વહીવટી સેવા (આઈએએસ) નાં 1985 બેચનાં અધિકારી ગિરીશચંદ્ર મુર્મુ હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં સચિવ […]

Top Stories India
JK and Laddakh આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને મળ્યા પહેલા લેફ્ટનન્ટ ગવર્નર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરનાં વિભાજન પૂર્વે સત્યપાલ મલિક રાજ્યનાં રાજ્યપાલને સ્થાનાંતરિત કર્યા અને તેમના સ્થાને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનાં નાયબ રાજ્યપાલ તરીકે ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરી. વળી રાધા કૃષ્ણ માથુરને કેન્દ્ર શાસિત લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે.

ભારતીય વહીવટી સેવા (આઈએએસ) નાં 1985 બેચનાં અધિકારી ગિરીશચંદ્ર મુર્મુ હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં સચિવ (રૂપરેખા) છે. તેઓ ગુજરાત કેડરથી સંબંધિત છે અને રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં તે મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. વળી ત્રિપુરા કેડરનાં 1977 બેચનાં અધિકારી રાધા કૃષ્ણ માથુર સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. નવેમ્બર 2018 સુધી તેમણે મુખ્ય માહિતી કમિશનર પદ સંભાળ્યું હતુ. આ પહેલા, તેઓ સંરક્ષણ સચિવ અને ત્રિપુરાનાં મુખ્ય સચિવ હતા.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી રજૂઆત મુજબ પીએસ શ્રીધરન પિલ્લઈને મિઝોરમનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હાલમાં આસામનાં રાજ્યપાલ જગદીશ મુખી મિઝોરમનાં રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. વળી જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકની ગોવાનાં રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે મૃદુલા સિંહાનું પદ સંભાળશે, જેમણે પાંચ વર્ષની મુદત પૂરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.