Good News!/ ચેન્નઈ ચેમ્પિયન બનાવ્યા બાદ ફરી પિતા બનવાનો છે M.S ધોની, શું સાક્ષી છે પ્રેગ્નેટ?

માહીના ઘરે ટૂંક સમયમાં અન્ય એક નવા મહેમાન આવશે. જ્યારથી ચેન્નઈ ચોથી વખત ચેમ્પિયન બન્યું છે ત્યારથી સાક્ષીની પ્રેગ્નન્સીના સમાચાર….

Sports
સાક્ષી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ શુક્રવારે રાત્રે ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રનથી હરાવી હતી. ચેન્નાઇની આ ટાઇટલ જીત બાદ સ્ટેડિયમમાં હાજર કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ખુશીથી છલાંગ લગાવી હતી.

આ પણ વાંચો :રાહુલ દ્રવિડ ઇન્ડિયા ટીમના હેડ કોચ બનવા તૈયાર,T-20 વર્લ્ડ કપ બાદ સંભાળશે કોચની જવાબદારી

જ્યારે સાક્ષી વિજયની ઉજવણીમાં મગ્ન હતી, ત્યારે લાગતું હતું કે તે ગર્ભવતી છે અને માહીના ઘરે ટૂંક સમયમાં અન્ય એક નવા મહેમાન આવશે. જ્યારથી ચેન્નઈ ચોથી વખત ચેમ્પિયન બન્યું છે ત્યારથી સાક્ષીની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જાહેર થયેલા સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પત્ની સાક્ષી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેમના ઘરે ન્યુ મહેમાન આવવાનો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ધોનીના CSK સાથી ખેલાડી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ સાક્ષીની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સાક્ષી ચાર મહિનાની ગર્ભવતી છે.

https://twitter.com/Thalajithfanboy/status/1449110740745347077?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449110740745347077%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.beforeprint.in%2Fnews%2Fnews%2Fafter-making-chennai-the-champion-mahendra-singh-dhoni-is-going-to-become-a-father-again%2F

આ પણ વાંચો :સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન,સમગ્ર પંથક શોકમગ્ન

 દહેરાદૂનમાં રહેતી સાક્ષીએ 4 જુલાઈ, 2010 ના રોજ ધોની સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સાક્ષી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી અને કોલકાતામાં તાજ બંગાળ હોટલમાં ટ્રેઇની તરીકે કામ કરતી હતી. સાક્ષી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોની બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા અને તેમના પિતા રાંચીમાં એક જ ફાર્મ કામ કરતા હતા. સાક્ષી અને ધોની આશરે દસ વર્ષ પછી કલકત્તામાં મળ્યા અને બે વર્ષની મિત્રતા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

સાક્ષી અને ધોનીને જીવા નામની પુત્રી છે. એમએસ ધોની ફેબ્રુઆરી 2015 માં પ્રથમ વખત પિતા બન્યો હતો અને જીવા માત્ર છ વર્ષની છે. પરંતુ જો આઈપીએલ 2021 ની ફાઈનલ બાદ આ સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો ધોની હવે બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો :CSK ચોથી વાર બની IPL ચેમ્પિયન, 27 રનથી ભવ્ય વિજય

આ પણ વાંચો :કિસ્તાની કેપ્ટન બાબર આઝમ ભારતને હરાવવાનાં જોઇ રહ્યા છે સપના

આ પણ વાંચો : ફાઈનલ પહેલા ધોની Confuse, પ્લેઇંગ ઈલેવનમાં કોણ હશે રૈના કે ઉથપ્પા?