Mahesana News/ મહેસાણામાં એમ.ટેક. થયેલા યુવાને પશુપાલન ક્ષેત્રે ઝંપલાવ્યું, નવયુવાનો માટે પ્રેરણાદાયક કિસ્સો

આઇટી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ બાદ યુવાનો આઇટી સેક્ટરની લક્ઝુરીયસ કોર્પોરેટ ઓફિસોમાં બેસી મોટો પગાર મેળવવાના સપના સેવતા હોય છે.

Gujarat Trending

Mahesana News: મહેસાણા (Mahesana) નજીક આવેલા ફત્તેપુરા ગામના નવ યુવાન અતિન પટેલે આઇટી ક્ષેત્રે એમ.ટેકનો અભ્યાસ કર્યા બાદ પશુપાલન ક્ષેત્રે (Animal Husbandary) ઝંપલાવી યુવાનોને અલગ જ પ્રેરણા પૂરી પાડી છે. આઇટી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ બાદ યુવાનો આઇટી સેક્ટરની લક્ઝુરીયસ કોર્પોરેટ ઓફિસોમાં બેસી મોટો પગાર મેળવવાના સપના સેવતા હોય છે.

પણ મહેસાણા નજીક આવેલા ફત્તેપુરાના અતિન પટેલે કોરોના કાળમાં આઇટી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ જોબ કરી લાખ રૂપિયા પગારની નોકરી મેળવી હતી. 6 વર્ષ અગાઉ એમ.ટેક થયેલા અતિન પટેલ નામના યુવાને હવે આઇટી સેક્ટરની લક્ઝુરીયસ નોકરી છોડી પોતાના જ ગામમાં પશુપાલનનો વ્યવસાય શરૂ કરી દીધો છે. શુદ્ધ દૂધ (Milk) ખાવાની ઈચ્છા સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને આઇટી સેક્ટરમાંથી સીધા પશુઓ જોડે રહી પશુ જેવા બની પશુઓની માવજતનો પશુપાલનનો વ્યવસાય કાયમી અપનાવી દીધો છે.

હાલમાં આ પશુપાલક 150 થી વધુ પશુઓનું પાલન કરે છે અને 50 જેટલા દુધાળા પશુઓનું રોજિંદુ 400 લીટરથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે. આ બધું દૂધ પોતાની આવડતથી દૂધનું હરતું ફરતું એટીએમ બનાવ્યું છે અને દૂધ વિતરણ કરવા ખાસ એપ્લિકેશન બનાવી છે. જેમાં દૂધના ગ્રાહકોની સંપૂર્ણ વિગત રાખવામાં આવી છે અને જે ગ્રાહક પોતાના ઘરે આવેલા એટીએમ માંથી દૂધ મેળવી લે તો એપ્લિકેશનમાં દૂધ મળી ગયું હોવાની વિગત રજિસ્ટર થઈ જાય છે. આમ, આઇ.ટી. ક્ષેત્રના યુવાને પોતાની આવડતથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે અને ડિજીટલ સિસ્ટમથી 250 ગ્રાહકોને દૂધનું વિતરણ કરી વર્ષે તમામ ખર્ચ કાઢતા 15 લાખ રૂપિયા નફો મેળવી સફળ પશુપાલનનો વ્યવસાય કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણાના વિસનગરમાં નજીવી બાબતે જૂથ અથડામણ

આ પણ વાંચોઃમહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે 70 વર્ષીય વૃદ્ધાનું મોત, બે શખ્સો ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃમહેસાણામાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ, ફોટા કર્યા હતા વાયરલ