Not Set/ video: પીએમ નરેન્દ્ર મોદીના લગ્ન વિશે આ શું બોલી ગયા આનંદીબહેન પટેલ, સાંભળો

મધ્ય પ્રેદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા નથી પરંતુ પીએમ મોદીજીને ખબર છે ડિલેવરી પછી માતા અને બાળકને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આનંદીબહેન પટેલ હરદા જિલ્લાના ટીમરનીના એક આંગણવાડી કેન્દ્રમાં બાળકો અને મહિલાઓને સંબોધિત કરી રહ્યા હતાં. તેમનો આ વિડીયો સોમવારે વાયરલ થયો હતો. આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશના […]

Top Stories India Trending Videos
pm modi 1 video: પીએમ નરેન્દ્ર મોદીના લગ્ન વિશે આ શું બોલી ગયા આનંદીબહેન પટેલ, સાંભળો

મધ્ય પ્રેદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યા નથી પરંતુ પીએમ મોદીજીને ખબર છે ડિલેવરી પછી માતા અને બાળકને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આનંદીબહેન પટેલ હરદા જિલ્લાના ટીમરનીના એક આંગણવાડી કેન્દ્રમાં બાળકો અને મહિલાઓને સંબોધિત કરી રહ્યા હતાં. તેમનો આ વિડીયો સોમવારે વાયરલ થયો હતો.

આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ પોતાના બયાનોને લઈને ઘણીવાર ચર્ચાઓમાં રહ્યા છે. ચિત્રકૂટના એક ભાષણ વિડીયોમાં તેમણે ભાજપના લોકોને એ સમજાવતી વખતે વિવાદોના વંટોળમાં આવ્યા હતાં કે ભાજપને કેવી રીતે વોટ મળશે અને 2022 સુધી પીએમ મોદીનું સપનું કેવી રીતે પૂરું થશે.

રવિવારના દિવસે ટીમરનીના વોર્ડ નંબર 7માં આંગણવાડી કેન્દ્રના કાર્યક્રમનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ મહિલાઓની કહી રહ્યા છે કે પૂરી દુનિયા જાણે છે, તમારા માટે તમારા બાળકો માટે તેમણે લગ્ન નથી કર્યા, આ વાતતો તમને ખબર જ છે.

આગળ કહ્યું કે નરેન્દ્ર ભાઈએ લગ્ન નથી કર્યા પરંતુ તેમને ખબર છે કે ડિલેવરીના સમયે અને બાદમાં મહિલાઓને અને બાળકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આપણે જણાવી દઈકે આનંદી બહેનનું આ નિવેદન ભાજપને અસહજ કરી શકે છે કારણે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદને પગલે 2014ની ચુંટણીમાં ઉમેદવારી કરતી વખતે તેમણે પોતાના લગ્ન વિશે સ્પષ્ટતા કરી હતી.

ચુંટણી પંચના એફીડેવીટમાં તેમણે જાણાવ્યું હતું કે, જશોદાબેન સાથે તેમના લગ્ન થયા છે. આ પહેલા તેઓ આ ખાનું ખાલી છોડી દેતાં હતાં.