ગુજરાત/ હળવદમા તોતિંગ વ્યાજ વસુલ કરનાર મફાભાઈ મેવાડાની ધરપકડ કરાઇ

મફાભાઈ ખોડાભાઈ ભરવાડ દ્વારા વ્યાજનું વ્યાજ પડાવવા હજુ પણ રૂપિયા 53.96 લાખ આપવા પડશે તેમ કહી સંજયભાઈને ફોનમાં અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી

Gujarat
Untitled 100 7 હળવદમા તોતિંગ વ્યાજ વસુલ કરનાર મફાભાઈ મેવાડાની ધરપકડ કરાઇ

હળવદના યુવાને વર્ષ 2009 અને ત્યાર બાદ કટકે – કટકે વ્યાજે લીધેલા રૂપિયા 24 લાખના 88 લાખ રૂપિયા વસુલ કરનાર ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના મફાભાઈ નામના શખ્સે સતત ઉઘરાણી ચાલુ રાખી હજુ પણ 53.96 લાખની ઉઘરાણી કરતા આ મામલે હળવદ પોલીસ મથકમાં થયેલી અરજી બાદ ગતરાત્રીના હળવદ પોલીસે અંતે ગુન્હો દાખલ કર્યો છે.

આ પણ વાંચો:મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે સરકારના વિરોધમાં ઉતર્યા અન્ના હજારે , દારૂ અંગેના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો 

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મફાભાઈ ખોડાભાઈ મેવાડા પાસેથી હળવદના કુંભાર દરવાજા નજીક રહેતા સંજયભાઈ એમ.ભરવાડ નામના યુવાને વર્ષ 2009 થી 2021 દરમિયાન કટકે કટકે જરૂરત મુજબ રૂપિયા 24 લાખ વ્યાજે લઈ બદલામાં વ્યાજ સહિત રૂપિયા 88 લાખ ચૂકવી આપ્યા હતા.

આ પણ  વાંચો :Budget Stories / જ્યારે ઈન્દિરા ગાંધીએ બજેટ દરમિયાન માંગી હતી ‘માફી’, ક્યારે થયું હતું  દેશનું ‘બ્લેક બજેટ’  રજૂ

આમ છતાં આરોપી મફાભાઈ ખોડાભાઈ ભરવાડ દ્વારા વ્યાજનું વ્યાજ પડાવવા હજુ પણ રૂપિયા 53.96 લાખ આપવા પડશે તેમ કહી સંજયભાઈને ફોનમાં અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી તેમજ સંજયભાઈના ઘરે જઈ બિભિત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સંજયભાઈએ હળવદ પોલીસ મથકમાં અરજી આપી હતી જે અન્વયે હળવદ પોલીસે આરોપી મફા ભરવાડ વિરુદ્ધ આઈપીસી કલમ 504,506(2) તથા ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ 2011 ની કલમ 533(3),40,42 મુજબ ગુન્હો દાખલ કરી આરોપી મફાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.