Surat/ મહાદેવ એપ હવાલા કૌભાંડનો આરોપી સુરતથી ઝડપાયો

છત્તીસગઢ પોલીસે કપિલ ચેલામીની કરી ધરપકડ

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 07 05T181153.151 મહાદેવ એપ હવાલા કૌભાંડનો આરોપી સુરતથી ઝડપાયો

Surat News : દેશભરમાં ખળભળાટ મચાવનારા મહાદેવ એપ હવાલા કૌભાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. આ કેસમાં છત્તીસગઢ પોલીસે સુરતમાંથી એક આરોપીને ઝડપી લીધો છે. છત્તીસગઢ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા કપિલ ચેલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે.
પોલીસે કેસીની પુછપરછ કરતા કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં તેણે 5,30,00,000 નો હવાલો પાડ્યો હોવાનું બહાર આવ્યું છે.

એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા. આ હવાલા કૌભાંડમાં સંડોવાયેલો કપિલ ચેલાણી ઘણા સમયથી વોન્ટેડ હતો.ધરપકડના ડરથી પોલીસથી નાસતો ફરતો કેસી સુરતના ડુમસના ફાર્મ હાઉસમાં છુપાયો હતો. જોકે કેસીની ગર્લફ્રેન્ડ અને એક યુવકની પુછપરછ કરતા તેમણે વટાણા વેરી નાંખ્યા હતા અને કેસી પોલીસની જાળમાં ફસાઈ ગયો હતો. છત્તીસગઢ અને સુરત પોલીસે સાથે મળીને કેસીની ધરપકડ કરી હતી. હાલમાં પલીસ તેની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live 2 July: જૂનાગઢમાં ભારે વરસાદથી તંત્ર સતર્ક, 33 ગામ સંપર્ક વિહોણા

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં ભાદર-ટુ ડેમ છલકાતા 19 ગામમાં હાઇ એલર્ટ, મચ્છુ ડેમનો દરવાજો પણ ખોલાયો

આ પણ વાંચો:માતાના ચારિત્ર્ય પર શંકા રાખી પુત્રએ મોતને ઘાટ ઉતારી

આ પણ વાંચો:સોનગઢ દુર્ગા આર્કેટની દિવાલ ધરાશાઇ, નદીમાં દબાણ કરી બંધાઈ હતી દિવાલ