Not Set/  નારાજગી સહન થશે પરંતુ લાશના ઢગલા નહિ, જાણો કોણે કહ્યું આવું

હરિયાણામાં કોરોના વાયરસના વધતા ચેપને કારણે નિયમોને વધુ કડક બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાના કલાકો બાદ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે કહ્યું કે અમે લોકોની નારાજગી સહન કરી શકીએ છીએ પરંતુ

Top Stories India
shirish 7  નારાજગી સહન થશે પરંતુ લાશના ઢગલા નહિ, જાણો કોણે કહ્યું આવું

હરિયાણામાં કોરોના વાયરસના વધતા ચેપને કારણે નિયમોને વધુ કડક બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકાના કલાકો બાદ હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે કહ્યું કે અમે લોકોની નારાજગી સહન કરી શકીએ છીએ પરંતુ લાશોના ઢગલા જોઈ શકતા નથી. તેમણે કહ્યું કે અધિકારીઓને કોવિડના પ્રોટોકોલનું કડક પાલન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

વિજે કહ્યું કે કોરોના વાયરસના ચેપને રોકવા માટેના બે રસ્તાઓ છે. પ્રથમ છે “કોવિડને અંકુશમાં લેવાના એક ઉપાય લોકડાઉન છે, જે વ્યવહારિક નથી કારણ કે આપણે ઇચ્છીએ છીએ કે લોકોનું જીવન ચાલુ રહે અને તેઓ પણ સલામત રહે. બીજો ઉપાય એ છે કે તમામ માર્ગદર્શિકાનું પાલન કરવું. એમણે સખ્તાઈ પૂર્વક કહ્યું હતું કે ભલે લોકો નારાજ થાય પણ કોરોનાના નિયમોનું ચુસ્તતા થી પાલન કરવું જ જોઈએ. ભલે લોકો આનાથી નારાજ કેમ ના થાય. આપણે લોકોના રોષનો સામનો કરી શકીએ છીએ પરંતુ લાશના ઢગલા નથી જોઈ શકતા.

સમારોહમાં ભાગ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો

હરિયાણાએ ગુરુવારે આઉટડોર અને ઇન્ડોર ફંક્શનમાં ભાગ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. સરકારના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી 200 થી વધુ લોકો જાહેર કાર્યક્રમો દરમિયાન ખુલ્લામાં ભેગા થઈ શકશે નહીં અને 50 થી વધુ લોકોને ઇનડોર ફંક્શન્સમાં એકઠા થવા દેવામાં આવશે નહીં.” એ જ રીતે, 20 થી વધુ લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકશે નહીં. ”

5 એપ્રિલે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી

નવી માર્ગદર્શિકામાં સરકારની જાહેરાતના 10 દિવસ પછી આવી છે. 5 એપ્રિલના રોજ રાજ્યમાં 5૦ લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવા, ઇનડોર ઇવેન્ટ્સમાં ક્ષમતાના 5૦ ટકા અથવા 200 લોકો અને 500 લોકોને આઉટડોર ફંક્શનમાં એકઠા થવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.