Not Set/ #મહાનો મહા ફિયાસ્કો, ગુજરાત પરથી મહાસંકટ ટળ્યું, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

મહા વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મહા વાવાઝોડુ હવે સૌરાષ્ટ્ર કે ગુજરાતને ટકરાશે નહી, પણ સાત નવેમ્બરે બપોરે દિવના દરિયામાં દિવથી 40 કિલોમિટર દુરથી પસાર થઈ જશે અને બાદમાં સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જો કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટુ છે. પરંતુ મહાસંકટ ગુજરાત પરથી […]

Top Stories Gujarat Others
Maha Cyclone124 #મહાનો મહા ફિયાસ્કો, ગુજરાત પરથી મહાસંકટ ટળ્યું, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

મહા વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મહા વાવાઝોડુ હવે સૌરાષ્ટ્ર કે ગુજરાતને ટકરાશે નહી, પણ સાત નવેમ્બરે બપોરે દિવના દરિયામાં દિવથી 40 કિલોમિટર દુરથી પસાર થઈ જશે અને બાદમાં સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જો કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટુ છે. પરંતુ મહાસંકટ ગુજરાત પરથી ટળી ગયું છે.

અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ કરી દેવાયુ છે. રાજ્યભરમાં એનડીઆરએફની 35 ટિમો ખડેપગે છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જાનહાનિ ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાવાઝોડાને લીધે થતા માવઠાઓના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં સરકારે પણ પાક વિમા મુદ્દે પ્રત્યેક જિલ્લાદીઠ એક એક મંત્રીને વીમા ચુકવણીની દેખરેખની જવાબદારી સોંપી છે.

મહા વાવાઝોડા સામે સરકારની મહા તૈયારી

– મહા વાવાઝોડુ પોરબંદરથી 400 કિમિ દૂર
– 440 કિમિ વેરાવળથી દૂર
– 490 કિમિ દિવથી દૂર
– હજુ પણ વધુ નબળું પડશે મહા
– 7 નવેમ્બરના સવારે ફેરવાશે ડીપ ડિપ્રેશનમાં
– 7ને ગુરુવારે બપોરે દિવ નજીકના દરિયામાંથી થશે પસાર
– 7ને ગુરુવારે સાંજે મહા નબળું પડી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે
– વાવાઝોડાને પગલે દરિયો તોફાની બનશે
– માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના
– બંદરો પર ભયજનક સિગ્નલ યથાવત
– ભારે વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળઆંતર કરાવાશે
– વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ તંત્ર ખડેપગે
– મહાની અસરના પગલે ધોલેરામાં 18 ગામોને ખતરો
– ધોલેરાના 15હજાર લોકોના સ્થળઆંતર માટે તંત્ર સજ્જ
– અમદાવાદમાં કલેકટરે તમામ અધિકારીઓની રજા કરી રદ્દ

મહા વાવાઝોડાની અમદાવાદમાં સીધી કોઈ જ અસર જાેવા નથી મળવાની પણ ભારે વરસાદના પગલે વાસણા બેરેજ સહિતના પાણીના સ્તોત પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તાત્કાલિક ઉલેચવાની કામગીરી કરવા એએમસી સહિતના તંત્રને સુચના આપી દેવાઈ છે.

મહા વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ચોક્કસપણે ટળ્યો છે પણ વાવાઝોડાને લીધે થતા માવઠાઓના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માવઠાના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં સરકારે પણ પાકવિમા મુદ્દે પ્રત્યેક જિલ્લાદીઠ એક એક મંત્રીને વીમા ચુકવણીની દેખરેખની જવાબદારી સોંપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.