દેશમાં સરકાર દ્વારા કેટલો વિકાસ કરવામાં આવ્યો તેની એક ઝાંખી તમને આ સમાચાર દ્વારા મળી જશે. ઘટના મહારાષ્ટ્રનાં હિંગોલી વિસ્તારની છે, જ્યા એક એક્ટ્રેસને એબ્યુલન્સ ન મળતા તે મોતને ભેટી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર ઘટનાનાં સમાચાર મળતા લોકો ત્યા પહોચી ગયા હતા.
મહારાષ્ટ્રનાં હિંગોલી વિસ્તારમાં એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમયસર એમ્બ્યુલન્સનાં અભાવે એક મરાઠી ફિલ્મ અભિનેત્રી અને તેના નવજાત શિશુનું મોત નીપજ્યું છે. 25 વર્ષીય અભિનેત્રીનું નામ પૂજા ઝુંઝાર છે, જે મરાઠી ફિલ્મોમાં કામ કરતી હતી. પૂજાએ રવિવારે એક બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેની તબિયત લથડી હતી. પરીવારનાં સભ્યોનું કહેવું છે કે તેઓએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ સમયસર એમ્બ્યુલન્સ મળી શકી નહીં. પરીવારનાં જણાવ્યા અનુસાર, જો અભિનેત્રીને સમયસર એમ્બ્યુલન્સ મળી હોત, તો તે આજે જીવીત હોત.
21 ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં રાજ્યની આરોગ્ય સેવાઓનો પર્દાફાશ કર્યો છે. રાજ્ય સરકારનાં મોટા દાવાઓ વચ્ચે એમ્બ્યુલન્સનાં અભાવમાં અભિનેત્રીના મોતે આરોગ્ય સેવાઓ પર સવાલો ઉભા કર્યા છે. શનિવારે મોડી રાત્રે પૂજાને બાળજન્મ બાદ ગોરેગાંવનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પૂજાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મ પછી થોડી મિનિટોમાં નવજાતની મોત થઇ ગઇ.
નવજાતની મોત બાદ પૂજાની તબિયત પણ બગડી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડૉકટરોએ પૂજાનાં પરીવારજનોને જણાવ્યું હતું કે અહીં તેની સારવાર હવે શક્ય નથી અને તે તેને સિવિલ હોસ્પિટલ, હિંગોલી લઈ જાય. સિવિલ હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આશરે 40 કિમી દૂર છે. ત્યારબાદ પૂજાનાં ચિંતાતુર પરીવારે એમ્બ્યુલન્સની માંગ કરી, પરંતુ એમ્બ્યુલન્સ મળી શકી નહીં. જ્યારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકાઇ નહી ત્યારે કોઈ પણ રીતે પૂજાનાં પરીવારે તેને ખાનગી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી, પણ તે પહેલા મોડું થઈ ગયું હતું. હોસ્પિટલ લઈ જતાં પૂજાનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
