Maharashtra News/ 2014નો જૂનો આદેશ રદ! મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામત પર ફુલ સ્ટોપ, ફડણવીસ સરકારનો મોટો નિર્ણય

Maharashtra Muslim Reservation GR Cancelled: મહારાષ્ટ્ર સરકારે 2014 ના મુસ્લિમ અનામત વટહુકમ અને તમામ સરકારી આદેશો રદ કર્યા છે. હવે 5% ક્વોટા હેઠળ એડમિશન કે નોકરીમાં લાભ મળશે નહીં.

NATIONAL Top Stories India
Maharashtra Muslim Reservation Cancelled

Maharashtra Muslim Reservation Cancelled: મહારાષ્ટ્રના રાજકારણમાં અનામતના મુદ્દે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યની મહાયુતિ સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ વર્ગને આપવામાં આવેલા 5% અનામત સંબંધિત 2014ના વટહુકમ અને તે પછીના તમામ સરકારી આદેશો (GR) ને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં આ ક્વોટા હેઠળ પ્રવેશ મળશે નહીં.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસ-NCP સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા એક વટહુકમ (Ordinance) દ્વારા મુસ્લિમ સમુદાયને ‘સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ-A’ (SBC-A) હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૫% અનામત આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટ (Bombay HighCourt) માં પડકારવામાં આવ્યો હતો.

Maharashtra Muslim Reservation Cancelled

કેમ લેવાયો આ નિર્ણય? (મુખ્ય કારણો)

સરકારે આ નિર્ણય પાછળના કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, 14 નવેમ્બર 2014ના રોજ બોમ્બે હાઈકોર્ટે આ અનામત પર વચગાળાની રોક (સ્ટે) લગાવી દીધી હતી, જેના કારણે તેની અમલવારી અટકી પડી હતી. નિયમ મુજબ કોઈપણ વટહુકમ 6 મહિનાની અંદર કાયદો બનવો જરૂરી હોય છે, પરંતુ 23 ડિસેમ્બર 2014 સુધીમાં આ વટહુકમ વિધાનસભામાં પસાર ન થવાને કારણે તે આપોઆપ રદ (Lapse) થઈ ગયો હતો. વધુમાં, વહીવટી સ્પષ્ટતા કરતા સરકારે જણાવ્યું કે વટહુકમ રદ થયો હોવા છતાં તે સમયે જારી થયેલા કેટલાક વહીવટી આદેશો અને પરિપત્રો હજુ પણ કાગળ પર અસ્તિત્વ ધરાવતા હોવાથી મૂંઝવણ ઉભી થતી હતી. આથી, સરકારે હવે નવો GR જારી કરીને આ તમામ જૂની પ્રક્રિયાઓ પર કાયમી ‘ફુલ સ્ટોપ’ મૂકી દીધું છે.

હવે શું અસર થશે?

સરકારે કરેલા આ મહત્વના ફેરફાર મુજબ, હવેથી કોલેજો કે અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં 5% ક્વોટા હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ, આ શ્રેણી હેઠળ નવા જાતિના પ્રમાણપત્રો (Caste Certificates) કે વેલિડિટી સર્ટિફિકેટ જારી કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. વધુમાં, વર્ષ 2014 અને 2015 દરમિયાન આ અનામતને લગતા જેટલા પણ સરકારી પરિપત્રો કે આદેશો બહાર પાડવામાં આવ્યા હતા, તે તમામ હવેથી અમાન્ય અને શૂન્ય ગણવામાં આવશે.

Maharashtra : રાજકીય ગરમાવો

વિપક્ષી નેતાઓ અને AIMIM એ આ નિર્ણયને ‘લઘુમતી વિરોધી’ ગણાવ્યો છે. AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલે આને ‘રમઝાનની ભેટ’ ગણાવી કટાક્ષ કર્યો છે, જ્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર મુસ્લિમ સમુદાયને મુખ્ય પ્રવાહથી દૂર રાખવા માંગે છે.


આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો પલટો, અજિત-શરદ પવાર ફરી એક થયા, ચૂંટણી સાથે લડવાની જાહેરાત

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત, કર્ણાવતીમાં ઢોલ-નગારા સાથે ઉજવણી

આ પણ વાંચોઃ ગુજરાત–મહારાષ્ટ્રનાં સ્ટેશનો પર જાપાન શૈલીના વાણિજ્યિક હબ વિકસાવાશે