આદેશ/ મહારાષ્ટ્રના રાજ્યપાલે આશ્રય યોજના મામલે તપાસના આદેશ આપ્યા, રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રના લોકાયુક્તને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ભાજપનો આરોપ છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

Top Stories India
MAHARASHTRA મહારાષ્ટ્રના રાજ્યપાલે આશ્રય યોજના મામલે તપાસના આદેશ આપ્યા, રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં BMC કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી આશ્રય યોજનાને લઈને રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. શિવસેનાને મોટો ફટકો આપતા, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ BMCની “આશ્રય યોજના” ની તપાસના આદેશ આપ્યા છે. રાજ્યપાલે મહારાષ્ટ્રના લોકાયુક્તને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ભાજપનો આરોપ છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

BMCની “આશ્રય યોજના” અંગે ભાજપના આરોપો અનુસાર, CVC (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન)ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર, જો એક જ સહભાગી ટેન્ડરમાં ભાગ લે તો ટેન્ડર પરત લેવુ જોઈએ, પરંતુ આવું થયું નથી. આશ્રય યોજના હેઠળ, BMC કર્મચારીઓ માટે ઘર બનાવી રહી હતી.

ભાજપનો આરોપ છે કે BMC અને શિવસેનાએ 1800 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ભાજપે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરી હતી અને લોકાયુક્તને સમગ્ર મામલાની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.