tractor-rally/ સન્ની દેઓલે કર્યુ ટ્વીટ, કહ્યુ- દીપ સિદ્ધુ સાથે મારે કોઇ લેવા-દેવા નથી

મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસા માટે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુને હરિયાણાનાં ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનનાં પ્રદેશ પ્રમુખ ગુરનામસિંહ ચઢુનીએ દોષી ઠેરવ્યા છે…..

India
police attack 9 સન્ની દેઓલે કર્યુ ટ્વીટ, કહ્યુ- દીપ સિદ્ધુ સાથે મારે કોઇ લેવા-દેવા નથી

મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસા માટે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુને હરિયાણાનાં ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનનાં પ્રદેશ પ્રમુખ ગુરનામસિંહ ચઢુનીએ દોષી ઠેરવ્યા છે. તેમણે વીડિયો બહાર પાડ્યો છે અને કહ્યું છે કે, ગઈકાલે જે કાંઈ બન્યું છે, દીપ સિદ્ધુએ કર્યુ છે. લાલ કિલાની મુલાકાત લેવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો. તે ત્યાં બળવાખોર બનીને ગયો અને લોકો પણ તેની વાતોમાં આવી ગયા, તે લોકો પણ સમજી શક્યા નહીં કે તે શું કરવા માગે છે. અમારા આંદોલનને તેનાથી કંઈ લેવા-દેવા નથી.

જે બાદ આ મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. સ્વરાજ પાર્ટીનાં નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, દીપ સિદ્ધુ ચૂંટણીમાં સન્ની દેઓલનાં એજન્ટ રહ્યા છે, લાગે છે કે, જે કંઈ બન્યું તેની પાછળ કોઈ ઉંડુ કાવતરું છે, જ્યારે કોંગ્રેસનાં લોકસભાનાં સાંસદ રવનીતસિંહ બિટ્ટુએ એમ પણ કહ્યું છે કે, આ અગાઉ ફરિયાદો પણ થઈ છે સિદ્ધુ વિરુદ્ધ પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ તેમની રક્ષા કરી રહ્યું છે. આ પ્રકારનાં સમાચાર બહાર આવ્યા બાદ ગુરદાસપુરનાં ભાજપનાં સાંસદ અને પ્રખ્યાત અભિનેતા સન્ની દેઓલે આ વિશે ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘આજે લાલ કિલ્લા પર જે બન્યું તે જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી છે, 6 ડિસેમ્બરે મેં પહેલેથી જ ટ્વિટર પર સ્પષ્ટ કરી દીધું હતુ કે દીપ સિદ્ધૂ સાથે મારો અથવા મારા પરિવારનો કોઈ સંબંધ નથી. જય હિન્દ.’

જ્યારે સન્ની દેઓલે એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘અભિનેતા દીપ સિદ્ધુ, જે ચૂંટણી સમયે મારી સાથે હતો, હવે તે મારી સાથે નથી, મારો તેની સાથે કોઈ સંપર્ક નથી, તેથી તે જે પણ કહે છે કે કરે છે, તે તેના મનથી કરી રહ્યો છે. મારે તેમની કોઇ ગતિવિધિઓથી સાથે લેવાદેવા નથી. આપને જણાવી દઈએ કે, ગુરનામસિંહ ચઢુનીનો વીડિયો સામે આવ્યા બાદ ફેસબુક લાઇવ કરતા દાવો કર્યો અમે ફક્ત લાલ કિલ્લા પર નિશાન સાહિબને ફરકાવ્યો છે અને વિરોધ કરવાનો અમારો લોકશાહી અધિકાર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો