Maharstra/ વરસાદ અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે પવાર વડા પ્રધાનને મળશે

મહારાષ્ટ્રનાં અનેક જીલ્લા સહિત કર્ણાટકનાં ચાર જીલ્લાઓ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયા જેવી સ્થિતિમાં આવી ગયા છે.

Top Stories India
pawar and modi વરસાદ અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે પવાર વડા પ્રધાનને મળશે

મહારાષ્ટ્રનાં અનેક જીલ્લા સહિત કર્ણાટકનાં ચાર જીલ્લાઓ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયા જેવી સ્થિતિમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર જોવામાં આવી રહી છે અને પાણીની ભારે આવકને કારણે મહારાષ્ટ્રના અનેક ડેમોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાનાં કારણે કર્ણાટકની સ્થિતિ પણ ખરાબ થઇ ગઇ છે. સિઝનની વિદાય સમયના આ ભારે વરસાદી કહેરમાં મહારાષ્ટ્રના લાખો ખેડૂતોની જમીન રીતસરની ડૂબમાં વહી જતા, ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાની ઉઠાવવાનો વારો આવ્યો છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખી એનસીપીના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને રાજ્યના વરસાદ અસરગ્રસ્ત ખેડૂતો માટે મદદ માંગશે. સવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પવાર, મરાઠાવાડાના ઉસ્માનબાદ જિલ્લાના સાંકુર ગામ, કાંકરબાવાડીમાં પ્રવાસ પર ગયા હતા, તેમણે હાલમાં થયેલા મુશળધાર વરસાદથી પ્રભાવિત ખેડૂતો સાથે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પુણે, કોંકણ અને ઔરંગાબાદ વિસ્તારમાં વરસાદ અને પૂરને કારણે ઓછામાં ઓછા 48 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે લાખો હેક્ટરમાં પાકનો નાશ થયો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે વરસાદ અને પૂરને કારણે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂના વિભાગમાં 29 લોકોનાં મોત થયાં છે. મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદ વિભાગ કે જેમાં ઉસ્માનબાદનો પણ સમાવેશ થાય છે, તેમાં 16 લોકો મૃત્યુ પામ્યા છે. દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સસ્તુર ગામમાં ખેડૂતો સાથે વાત કરતા પવારે કહ્યું – કેન્દ્ર સરકારે ખેડુતોની મદદ કરવી જોઈએ અને તે માટે હું સાંસદોની સાથે વડા પ્રધાનને મળીશ. પવારે કહ્યું કે તેઓ આગામી 8-10 દિવસમાં વડા પ્રધાનને મળવા નવી દિલ્હી જશે.

વરસાદથી નુકશાની વેઠી રહેલા અસરગ્રસ્ત ખેડૂતોએ મંત્રીનો કાફલો અટકાવી મદદ માંગી 
ભારે વરસાદના કારણે પાક નિષ્ફળતાથી પરેશાન થયેલા ખેડુતો, રવિવારે નાંદેડ જિલ્લામાં મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટિવરનો કાફલો રોકવામાં આવ્યો હતો. કાફલો રાકનાર તમામ ખેડૂતોએ મંત્રી પાસે મદદની માંગણી કરી હતી કે સરકારે સર્વે કરવાને બદલે તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવી જોઈએ.

ખેડૂતોએ રાજ્યના આપત્તિ પ્રબંધન અને રાહત અને પુનર્વસન પ્રધાનને વરસાદને કારણે દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોએ સરકારને ચેતવણી આપી હતી કે જો માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે, તો તેઓ મુંબઇમાં વિરોધ પ્રદર્શન કરશે. મંત્રી જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની આકારણી કરવા પહોંચ્યા હતા. બાદમાં તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે સર્વે રિપોર્ટ મળ્યા બાદ સરકાર અસરગ્રસ્ત ખેડૂતોની મદદ કરશે.