ભેટ/ મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલરને આપી આ ભેટ,જાણો પછી શું થયું….

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય, પરંતુ તે હજુ પણ ચાહકોના દિલ જીતી રહ્યા છે

Top Stories Sports
15 1 મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલરને આપી આ ભેટ,જાણો પછી શું થયું....

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય, પરંતુ તે હજુ પણ ચાહકોના દિલ જીતી રહ્યા છે. આ વાત અમે નહીં પરંતુ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફે કહી છે. વાસ્તવમાં, ધોનીએ રઉફને તેની સાઈન કરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જર્સી ભેટમાં આપી છે. ધોની IPLની CSK ટીમના કેપ્ટન છે.

 

 

ગિફ્ટ મળ્યા બાદ રઉફે જર્સીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી હરિસ રઉફે લખ્યું- લિજેન્ડ અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ મને તેમની સુંદર ટી શર્ટ ભેટમાં આપીને સન્માન કર્યું છે. નંબર-7 આજે પણ પોતાના વ્યવહાર અને ઉદારતાથી લોકોના દિલ જીતી રહ્યા છે.

રઉફને આ ભેટ મોકલવા બદલ ચેન્નાઈ ટીમના મેનેજર રસેલ રાધાકૃષ્ણનનો પણ આભાર માન્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલરે લખ્યું કે ખાસ કરીને રસેલ રાધાક્રિષ્નનનો આ મામલે મને સાથ આપવા બદલ આભાર.

રાધાકૃષ્ણને પણ હરિસ રઉફની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું જ્યારે આપણો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈ વચન આપે છે તો તેને પૂરો પણ કરે છે. તમને પણ તેઓ ગમે છે તે જાણીને આનંદ થયો.