ગુજરાત/ 25 વર્ષ કોંગ્રેસને આપ્યા બાદ મહેન્દ્રસિંહ બારૈયાના ભજપમાં જોડવાથી શું થશે ફાયદો

આજે બીજેપીમાં કોંગ્રેસ પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયો કરી તેની સાથે અન્ય 50થી વધારે નેતાઓને ભાજપમાં લઈને આવ્યા પણ સવાલ એ થાય કે કેમ મહેન્દ્રસિંહ બારૈયાને ભાજપમાં લાવવાની જરૂરિયાત ઉભી થઇ આવો સમજીએ

Top Stories Ahmedabad Gujarat
મહેન્દ્રસિંહ બારૈયા

આજે મહેન્દ્રસિંહ બારૈયા તેની સાથે 50 કોંગી આગેવાન અને સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.મહેન્દ્ર સિંહ ને 25 વર્ષે એ જ્ઞાન લાધ્યું કે મોદી વિકાસની રાજનીતિ કરે છે અને તેની સાથે જોડાઈને ભાજપમાં જોડાઈ રાજકારણ કરવું જોઈએ.પણ તે એ વાત પણ સ્વીકારી રહ્યા છે કે કોંગ્રેસના જુઠવાદનો શિકાર બન્યા અને પાર્ટી છોડી.પણ સામે બીજેપી એ પણ પ્રાંતિજ સીટ જીતવા માટે ફાયદો જોયો અને પાર્ટીમાં જોડી દીધા છે. કારણ કે હાલમાં પ્રાંતિજ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો છે અને સ્થાનિક સ્તરે તેનો વિરોધ પણ છે. ગત ચૂંટણી સમયે માત્ર 5 હજાર જેટલા વોટથી જ હાર જીત થઈ હતી. હવે જમીની સ્તરે બીજેપી ને રાજકીય જમીન જાળવી રાખવી હોઈ તો નેતાઓને જોડે રાખવા જરૂરી છે અને એટલે જ ગત ચૂંટણીમાં બીજેપી સામે હારેલા મહેન્દ્રસિંહ બારૈયા ને પાર્ટીમાં જોડ્યા અને સહકારી અને રાજકીય આગેવાનોને પણ બીજેપીમાં જોડી દીધા છે.

મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય જમીન મજબૂત છે અને બીજેપી ત્યાં પકડ ગુમાવી રહીં છે જેના કારણે તમામ રાજકીય હિસાબો કરી મહેન્દ્રસિંહ ને પાર્ટીમાં જોડાયા છે.મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી જોઇએ…..

  • 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય
  • 2010માં મહેન્દ્રસિંહ જિલ્લા પંચાયતની ચૂંટણીમા જીલ્લા પંચાયતના સદસ્ય બન્યા હતા
  • મહેન્દ્રસિંહને કોગેસે 2012માં પ્રાંતિજ  બેઠક પર MLA બનાવ્યા હતા
  • 2012મા મહેન્દ્રસિંહ તત્કાલીન રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને હરાવી MLA બન્યા
  • પરંતુ 2017માં મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભામાં બેઠકના ચૂંટણી હર્યા હત

સ્થાનિક સ્તરે આગામી સમયમાં બીજેપીને જીતાડવા તે પુરી મહેનત કરશે તે સ્વીકારી રહ્યા છે. અને જો સારા કામ કરો તો પ્રજા પસંદ કરશે. એવું સૂચક નિવેદન પણ કરી રહ્યા છે.

આમ તો બીજેપી એ નિર્ણય કર્યો હતો કે કોંગ્રેસ મથી કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે પણ જરૂરિયાત મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને ટાર્ગેટ 150 તરફ આગળ વધી રહી છે ત્યારે હવે આગામી સમયમાં અન્ય કેટલાક કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યો અને નેતાઓ કે જે રડાર માં છે તેને પણ કેસરિયો ધારણ કરાવશે.

આ પણ વાંચો:ભારતને પ્રતિબંધોથી છૂટ આપવીએ અમેરિકાની નબળાઈ છે, રશિયાનું નિવેદન

આ પણ વાંચો:વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શાહિદ આફ્રિદીએ આપ્યું નિવેદન

આ પણ વાંચો: ટાટા સ્ટીલ ઝૂલોજિકલ પાર્કમાં મિથુનનું ડૂબી જવાથી મોત, માદા દીપડાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ