Gandinagar News/ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર, 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા

સૈયદ નાસિર હુસેનને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)માં પેટા ચૂંટણી પહેલા સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે 6 સિનિયર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે, નેતાઓને રાજ્યોના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરી અન્ય નેતાઓને 11 રાજ્યોમાં પ્રભારી તરીકેની નિમણૂક કરી છે.

2024ની લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા દિપક બાબરિયાના દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, તો 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે દિપક બાબરિયાને પ્રભારીના કાર્યભારથી મુક્ત કર્યા છે. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી પદેથી હટાવાયા છે. તો બીજી બાજુ બિહાર- પંજાબ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે. ભૂપેશ બઘેલ પંજાબના મહાસચિવ બન્યા છે. સૈયદ નાસિર હુસેનને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે.

દિલ્હી 2025ની ચૂંટણી બાદ કોંગ્રેસે પરિણામમાં સુધારો કરવા સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હોવાનું મનાઈ રહ્યું છે, મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે મહાસચિવ અને વરિષ્ઠ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. અજય કુમાર લલ્લુને ઓડિસાના પ્રભારી બનાવાયા છે. કૃષ્ણા અલુવરીને બિહારની ચૂંટણી પહેલા રાજ્યના પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. હરીશ ચૌધરીને મધ્યપ્રદેશના પ્રભારી, બી કે હરિપ્રસાદને હરિયાણાના પ્રભારી બનાવ્યા છે, તો મીનાક્ષી નટરાજને તેલંગાણાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરતું બિલ લાવશે

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો:લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, જૂનું માળખા વિખેરી નવા હોદેદારોની કરાશે નિમણૂક