કાર્યવાહી/ આસામમાં ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી,450 લોકોની ધરપકડ

ડ્રગ્સ મુક્ત કરવાનું આયોજન આસામમાં

India
drugs આસામમાં ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી,450 લોકોની ધરપકડ

આસામમાં ડ્રગ્સની દાણચોરી કરનાર માફીયાઓ પર પોલીસે લગામ કસી છે .ડ્રગ્સની તસ્કરી કરનારાઓના ત્યા પોલીસે  દરોડા પાડ્યા છે. આ અંતર્ગત 450 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી આસામના મુખ્ય પ્રધાન હિમાંતા બિસ્વા સરમાના આદેશ પર કરવામાં આવી હતી. તેમણે 10 મેના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું પોલીસે 10 મેથી 31 મે દરમિયાન 441 લોકોની ધરપકડ કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારનો હેતુ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવાની છે અને આસામ પોલીસ ડ્રગ્સની દાણચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા મહિનાથી રાજ્ય પોલીસ ગેરકાયદેસર ડ્રગ્સના ધંધા કરનારાઓ સામે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.. અત્યાર સુધીમાં 6.57 કિલો હેરોઇન, 5,785.85 કિલો ગાંજા, 92,366 યાબા અને અન્ય ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે પોલીસે 17,11,130 રૂપિયાનો મુદ્દામાલ પણ ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી ગયો છે તે અતિ ચિંતાજનક બાબત છે. આસામમાં ડ્રગ્સ માફીયાઓ યુવાધનને પોતાનો શિકાર બનાવી રહ્યા છે .નોંધનીય છે કે આસામના મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યા છે કે જડમુળથી ડ્રગસ્ના કારોબારી સામે કાર્યવાહી કરીને ડ્રગ્સ મુકત આસામ બનાવવાનો છે.