union home ministry/ ગુજરાતમાં પાક., અફઘાન, બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો નિર્ણય

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ગૃહવિભાગના આ નિર્ણના લીધે ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આદેશ કર્યો છે.

Top Stories Gujarat
home affairs ગુજરાતમાં પાક., અફઘાન, બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો નિર્ણય
  • ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વેનો મહત્વનો નિર્ણય
  • નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5 હેઠળ નાગરિકતા આપવામાં આવશે
  • 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી અપાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ગૃહવિભાગના આ નિર્ણના લીધે ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આદેશ કર્યો છે. નાગરિકત્વ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલ એક સૂચના દ્વારા આ માહિતી સામે આવી છે. આ સૂચના અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેઓને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

જાહેરનામામાં જણાવાયું છે કે ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સુપ્રદ કરવાની રહેશે, જે જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા ચકાસવામાં આવશે. અરજી અને તેના પરનો અહેવાલ એક સાથે કેન્દ્ર સરકારને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કલેક્ટર જો જરૂરી જણાય તો, અરજદાર નાગરિકતા માટે યોગ્ય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પ્રકારની તપાસ કરી શકે છે. આ માટે, જો કલેક્ટર સંબંધિત તપાસ એજન્સીને અરજી ઓનલાઈન મોકલે છે, તો એજન્સીએ તેની ખરાઈ કરવી અને તેની ટિપ્પણીઓ સાથે તપાસ પૂર્ણ કરવી જરૂરી બની જાય છે.

વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA) માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ પણ છે. આ અધિનિયમ હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા બનાવવામાં આવ્યા નથી, તેથી અત્યાર સુધી આ હેઠળ કોઈને નાગરિકતા આપવામાં આવતી નથી.