મધ્યપ્રદેશ/ ઈન્દોરમાં રામનવમી નિમિત્તે મોટી દુર્ઘટના, ઝુલેલાલ મંદિરમાં છત ધસી પડતા 25 લોકો કુવામાં પડ્યા

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધસી પડતાં 25થી વધુ લોકો તેમાં ઘુસી ગયા હતા.

Top Stories India
ઝુલેલાલ મંદિરમાં

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધસી પડતાં ડઝનેક લોકો તેમાં ઘુસી ગયા હતા. સ્થળ પર હાજર લોકો પગથિયાંમાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે કુવાની ઊંડાઈ 50 ફૂટથી વધુ છે. ડઝનેક લોકો તેની અંદર પડ્યા હોવાની આશંકા છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 5 લોકોને દોરડાની મદદથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

રામનવમી નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્રાચીન સ્ટેપવેલની છત ધરાશાયી થવાને કારણે ઓછામાં ઓછા 25 લોકો પડી ગયા હોવાની આશંકા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રાચીન પગથિયાંની છત પર શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકઠી થઈ હતી અને છત વધુ લોકોનો બોજ સહન કરી શકતી નહોતી.

ઈન્દોર સાંસદ શંકર લાલવાનીએ જણાવ્યું કે, સંખ્યા વિશે બતાવવું અઘરુ છે. 5 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને ફટાફટ બહાર કાઢવાની છે. રેસ્ક્યૂ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વિમાન નિર્ધારિત સમય કરતા વહેલા ઉપડતા 15થી વધુ મુસાફરો ફલાઇટ ચૂકી ગયા, ભારે હોબાળો

આ પણ વાંચો:હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ,જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ચાઇનાની ધિરાણ આપતી એપ પર EDની મોટી કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

આ પણ વાંચો: રાહુલ ગાંધી મામલે પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર કર્યા પ્રહાર કહ્યું..