Not Set/ ઘરે બનાવો આ રીતે ડ્રાયફ્રૂટના મોદક, ગણેશજીને ધરાવો

ગણેશજીને મોદક અચૂક ધરાવવામાં આવે છે. મોદક ઘણા પ્રકારના બનાવવામાં આવે છે. તો આજે જોઈએ ડ્રાય ફ્રૂટ્સના મોદક ઘરે કેવી રીતે બનાવી શકાય એની રીત, આ રીતે ઘરે જ મોદક બનાવો અને ગણપતિ બાપ્પાને ધરાવો.

Food Lifestyle
Untitled 116 ઘરે બનાવો આ રીતે ડ્રાયફ્રૂટના મોદક, ગણેશજીને ધરાવો

રાજય માં ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે અને જે  દસ દિવસ માટે લોકોએ ગણેશજીની સ્થાપના પણ કરી લીધી છે. ગણેશ ઉત્સવના આ ખાસ અવસર પર ભગવાન ગણેશને જુદા-જુદા પ્રસાદ ધરાવવામાં આવે છે. ગણેશજીને સૌથી પ્રિય છે મોદક. એટલે જ ગણેશજીને મોદક અચૂક ધરાવવામાં આવે છે. મોદક ઘણા પ્રકારના બનાવવામાં આવે છે. તો આજે જોઈએ ડ્રાય ફ્રૂટ્સના મોદક ઘરે કેવી રીતે બનાવી શકાય એની રીત, આ રીતે ઘરે જ મોદક બનાવો અને ગણપતિ બાપ્પાને ધરાવો.

Untitled 117 ઘરે બનાવો આ રીતે ડ્રાયફ્રૂટના મોદક, ગણેશજીને ધરાવો

સામગ્રી 

  • 2 કપ બીયા વિનાની ખજૂર
  • 1/4 કપ સૂકી દ્રાક્ષ
  • 1/4 કપ બદામ
  • 1/4 કપ કાજૂ
  • 1/4 કપ પિસ્તા
  • 2 કપ ખસખસ
  • 2 મોટી ચમચી ઘી

રીત –

સૌથી પહેલા ખજૂરને નાના ટુકડામાં કાપીને બાજુ પર રાખી લો. કાજૂ, બદામ અને પિસ્તાને પણ ઝીણા સમારી લો. એ પછી એક પેન ગેસ પર મુકો અને ધીમો ગેસ ચાલુ કરી લો. હવે આ પેનમાં કાજુ, બદામ અને પિસ્તા ત્રણેય વારાફરતી 2-3 મિનિટ માટે શેકીને એક પ્લેટમાં કાઢી લો. એ પછી ખસખસ પણ 2-3 મિનિટ માટે શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો.

Untitled 118 ઘરે બનાવો આ રીતે ડ્રાયફ્રૂટના મોદક, ગણેશજીને ધરાવો

આ પછી આ પેનમાં ઘી લો અને ગરમ કરીને એમાં ખજૂર અને સૂકી દ્રાક્ષ નાખીને 2-3 મિનિટ માટે ચમચો હલાવતા પકાવી લો. પછી ગેસ બંધ કરી લો અને એમાં બદામ, કાજૂ, પિસ્તા અને ખસખસ નાખીને મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણને થોડું ઠંડુ થવા દો અને પછી મોદકના મોલ્ડમાં ભરીને મોદકના રૂપમાં બનાવી લો.તૈયાર છે ગણપતિ બાપ્પાને ધરાવવા માટે ડ્રાયફ્રુટ મોદક. બાપ્પાને ધરાવો અને બધાને પ્રસાદમાં ખવડાવો.

Untitled 119 ઘરે બનાવો આ રીતે ડ્રાયફ્રૂટના મોદક, ગણેશજીને ધરાવો