Recipe/ શિયાળાની ઋતુમાં ઘરે બનાવો ગરમા ગરમ પાપડની કઢી ,મજા પડી જશે

કઢીનું નામ સાંભળતા જ ગુજરાતી સુપની યાદ આવી જાય છે. કઢી  જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે.

Food Lifestyle
Untitled 257 શિયાળાની ઋતુમાં ઘરે બનાવો ગરમા ગરમ પાપડની કઢી ,મજા પડી જશે

શિયાળાની ઋતુમાં અવનવી વાનગી બનાવીને ખાવાની મજા જ કઇક અલગ હોય છે. તેમા પણ ઠંડીમાં ગરમા-ગરમ કઢી ખાવી દરેક લોકોને ગમે છે. કઢીનું નામ સાંભળતા જ ગુજરાતી સુપની યાદ આવી જાય છે. કઢી  જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પાપડની કઢી.

Untitled 258 શિયાળાની ઋતુમાં ઘરે બનાવો ગરમા ગરમ પાપડની કઢી ,મજા પડી જશે

સામગ્રી

4 ચમચી – તેલ
1 ચમચી – આદુ લસણ લીલું મરચું પેસ્ટ
1 નંગ – ડુંગળીની પેસ્ટ
2 નંગ – ટામેટા નીપેસ્ટ
1/8 ચમચી – જીરુ
સ્વાદ મુજબ – મીઠું
1/8 ચમચી – હળદર પાવડર
1 ચમચી – ધાણા પાવડર
1 ચમચી – લાલ મરચું પાવડર
1 ચમચી – ગરમ મસાલા પાવડર
1/4 ચમચી – કસુરી મેથી
1 ચમચી – ક્રીમ અથવા મલાઇ
1 ચમચી – કોથમીર
4-5 શેકેલા – પાપડ ના ટુકડા
2 ચમચી – ડુંગળી સમારેલી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ ઉમેરો. હવે તેમા આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તે પછી તેમા ડુંગળી પેસ્ટ નાંખો. હવે તે ગુલાબી રંગની થાય એટલે તેમા હળદર, મરચું, ધાણા પાવડર ઉમેરીને એક કપ પાણી ઉમેરી લો. તેને 5 મિનિટ ઉકાળી લો. હવે તેમા ક્રીમ અને ગરમ મસાલો ઉમેરી લો. ત્યાર પછી તેમા કસૂરી મેથી ઉમેરી લો. તૈયાર છે ટેસ્ટી ગ્રેવી.. તે બાદ પાપડને શેકી લો. હવે જમવા બેસો ત્યારે પાપડના ટૂકડા કરીને તેની ઉપર મૂકી લો. હવે ઉપરથી ડુંગળી, કોથમીર અને લાલ મરચું ઉમેરી શકો છો. તૈયાર છે પાપડની કઢી.. જેને તમે પરાઠા, રોટલી, નાના કે રાઇસ સાથે સર્વ કરી શકો છો.

Untitled 259 શિયાળાની ઋતુમાં ઘરે બનાવો ગરમા ગરમ પાપડની કઢી ,મજા પડી જશે