દિવાળીને હવે ગણતરીના દિવસો બાલી છે ત્યારે આજે અમે તમારા માટે વધુ એક મિઠાઇની રેસીપી લઇને આવ્યા છીએ. ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મૈસુર પાક..
1 કપ બેસન
2 કપ ઘી
2 કપ ખાંડ
1 કપ પાણી
બનાવવાની રીત
બેસનને ચાળીને બાજુમાં મૂકી રાખો. પાણીમાં ખાંડ નાખીને ગરમ કરી લો. જ્યારે એક તારની ચાસણી બની જાય પછી તેમા એક કપ જેટલું ઘી નાખો. હવે તાપ ધીમો કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડી જાય.
જ્યારે બેસન થોડુ ફૂલવા લાગે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડુ થોડુ કરીને નાખતા જવું. બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો.
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા લાગે તો ત્યારે સમજી લેવું કે મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે. તો તમે મૈસુર પાક ને સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે બેસ્ટ શિયાળાના વસાણા….
આ પણ વાંચો : ‘વેલનેસ સેક્ટર’ જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરતી કારકિર્દી
આ પણ વાંચો : દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો ગભરાશો નહીં, આ ઘરેલૂ ઉપાયથી મળશે રાહત