viral post/ ‘ભાભીજી ઘર પર હૈ’ના માલખાનની છેલ્લી પોસ્ટ ખુબ વાયરલ,દિપેશ ભાન લોકોને છેલ્લે હસાવતા ગયા!

દિપેશ ભાને તેમના શો ‘ભાભીજી ઘર પર હૈં’માં મલખાનનું પાત્ર ભજવીને લોકોના દિલમાં વસી ગયા હતા. લોકો તેમની કોમેડી અને વિનોદી શૈલીના ચાહક હતા

Top Stories Entertainment
6 37 'ભાભીજી ઘર પર હૈ'ના માલખાનની છેલ્લી પોસ્ટ ખુબ વાયરલ,દિપેશ ભાન લોકોને છેલ્લે હસાવતા ગયા!

દિપેશ ભાને તેમના શો ‘ભાભીજી ઘર પર હૈં’માં મલખાનનું પાત્ર ભજવીને લોકોના દિલમાં વસી ગયા હતા. લોકો તેમની કોમેડી અને વિનોદી શૈલીના ચાહક હતા. માત્ર શોમાં જ નહીં, દિપેશ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ ચાહકોને હસાવવાની કોઈ તક છોડતા ન હતા.  દિપેશની છેલ્લી પોસ્ટ પણ જોવા જેવી છે,અહીંયા પણ તે લોકોને હસાવી રહ્યા છે.

લોકોના ચહેરા પર સ્મિત લાવનાર એક તેજસ્વી અભિનેતા હંમેશ માટે શાંત થઈ ગયો છે. પ્રખ્યાત સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ના એક્ટર દીપેશ ભાનના મલખાન એટલે કે નિધનથી બધાને હચમચાવી દીધા છે. આ સમયે ટીવીની દુનિયામાં મૌન છે. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી તેઓ ભીની આંખો સાથે દિપેશ ભાનને યાદ કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/CgOle2yjXpi/?utm_source=ig_embed&ig_rid=4e2d5c93-e97a-418f-b94a-f31af26e9b49

 

 

દીપેશની છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિપેશ પણ તેમની ખાસ સ્ટાઈલથી લોકોનું મનોરંજન કરતો જોવા મળ્યા હતા. દિપેશના મૃત્યુ બાદ હવે તેની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.દિપેશ ભાને તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 3 દિવસ પહેલા શેર કરી હતી. તેની છેલ્લી પોસ્ટ લિપ સિંક વીડિયો છે, જેમાં તે ચાહકોને વિશેષ જ્ઞાન આપતા જોવા મળ્યા હતા.

લિપ સિંક રીલ વિડિયોમાં દિપેશ કહેતા જોવા મળે છે , જો બે મહિલાઓ અવાજ કરી રહી છે તો સમજો કે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને જ્યારે તેઓ કહે કે બહેન કાઢી નાખો જે લેવું છે, તો સમજો કે ડેટા સેવ થઈ ગયો છે અને જવા માટે તૈયાર છે. વાયરલ. વિડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- માલખાન ને ક્યા જ્ઞાન દે દિયા….🤣🤣…Godbles u….😊🙏.

દિપેશ જતાં જતાં લોકોને હસાવતા ગયા, તેમના આ વીડિયોએ લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. દિપેશનો વીડિયો જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે કે તે હવે આપણી વચ્ચે નથી. તેનો છેલ્લો વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. દીપેશનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના વીડિયોમાં કોમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.