Crime/ પરીણિત યુવકે પ્રેમિકાની હત્યા કરી લાશને છત પર છૂપાવી દીધી અને પછી થયું જોવા જેવું…

પ્રેમમાં છેતરપિંડી થયા બાદ મહારાષ્ટ્રના પાલઘરથી એક ભયાનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક શખ્સે પહેલા એક છોકરીને તેના પ્રેમની જાળમાં ફસાવી હતી. પરંતુ જ્યારે યુવતી લગ્ન માટે જીદ કરવા લાગી ત્યારે તેણે ફિલ્મની યોજના બનાવી તેની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, હત્યા બાદ યુવકને તેની પ્રેમિકાની ડેડબોડીને તેના ઘરની છત પર છૂપાવી […]

India
girkfrienf htya પરીણિત યુવકે પ્રેમિકાની હત્યા કરી લાશને છત પર છૂપાવી દીધી અને પછી થયું જોવા જેવું...

પ્રેમમાં છેતરપિંડી થયા બાદ મહારાષ્ટ્રના પાલઘરથી એક ભયાનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક શખ્સે પહેલા એક છોકરીને તેના પ્રેમની જાળમાં ફસાવી હતી. પરંતુ જ્યારે યુવતી લગ્ન માટે જીદ કરવા લાગી ત્યારે તેણે ફિલ્મની યોજના બનાવી તેની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, હત્યા બાદ યુવકને તેની પ્રેમિકાની ડેડબોડીને તેના ઘરની છત પર છૂપાવી દીધી હતી.

યુવતીના પરિવારે પોલીસની મદદ લીધી
પુત્રીની હત્યાથી અજાણ પરિવારજનો તેના ઘરે પરત આવવાની રાહ જોતા રહ્યા. પરંતુ 2 દિવસ બાદ પણ તે પાછી ન આવી ત્યારે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે લાંબી તપાસ હાથ ધરી હતી અને યુવતી સૂરજ હરમલકર નામના યુવકના ઘરે રોકાઇ હતી તેના શંકા ગઈ હતી. પછી પુરાવાના આધારે પોલીસે સુરજની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

Murder Mystery at The Black Bull | The Black Bull Moulton

બંને 5 વર્ષથી રિલેશનશિપમાં હતા
શરૂઆતમાં તે કંઇ બોલ્યો નહીં. પરંતુ પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે પોલીસને કહ્યું કે તે અમિતા સાથે પ્રેમમાં હતો અને બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. બધું સારું થઈ રહ્યું હતું, પરંતુ ગયા વર્ષે અમિતાએ લગ્ન માટે જીદ કરી. જેના કારણે તે પરેશાન થઈ ગયો. તેથી, ફિલ્મ જોયા પછી, તેણે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી ,હત્યા બાદ યુવતીનો મૃતદેહ ફલેટની છત પર રાખ્યો હતો.

પોલીસ ચોંકી ગઈ
પોલીસકર્મી પણ આરોપીઓની આ કબૂલાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. તે તુરંત આરોપી સૂરજના ઘરે ગયો અને છત પર છૂપાવવામાં આવેલી અમિતાની લાશ બહાર કાઢી. આ સમય દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે પરિણીત છે. અને તે બીજા લગ્ન કરવા માંગતો ન હતો.