Not Set/ સોમનાથના દરિયાકાંઠે ઉભા રહીને મહમુદ ગઝનીની પ્રશંસા કરનાર યુવકે માગી માફી, વીડિયો થયો હતો વાયરલ

સોમનાથ મંદિરને તબાહ કરનારા અને હજારો નિર્દોષોની હત્યા કરનારા લૂંટારા મહમુદ ગઝનીની પ્રશંસા કરતો મૌલાનાનો એક સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો. વીડિયોને લઇને લોકોની નારાજગી વધતાં પોલીસ ફરિયાદ થઇ હતી. હવે આ યુવકે માફી માંગી છે. Man hails Mohammad #Ghaznavi for bringing ‘glory to Islam’ by desecrating and looting #SomnathTemple, video […]

Top Stories Gujarat Others
ezgif.com gif maker 9 સોમનાથના દરિયાકાંઠે ઉભા રહીને મહમુદ ગઝનીની પ્રશંસા કરનાર યુવકે માગી માફી, વીડિયો થયો હતો વાયરલ

સોમનાથ મંદિરને તબાહ કરનારા અને હજારો નિર્દોષોની હત્યા કરનારા લૂંટારા મહમુદ ગઝનીની પ્રશંસા કરતો મૌલાનાનો એક સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો. વીડિયોને લઇને લોકોની નારાજગી વધતાં પોલીસ ફરિયાદ થઇ હતી. હવે આ યુવકે માફી માંગી છે.

મૌલાનાએ સોમનાથ મંદિર પર અત્યાર સુધીમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને ભડકાઉ નિવેદનો કર્યા છે. વીડિયો બનાવનાર યુવકનું નામ ઈર્ષાદ રશીદ છે. ઈર્ષાદ રશીદ યુ-ટયુબ ચેનલ ચલાવે છે. તે યુવક જમાત-એ-આદિલા હિન્દ નામનું અકાઉન્ટ ધરાવે છે.

મહત્વનું છે કે નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ વીડિયોના વાયરલ થયા બાદ ટ્રસ્ટે ગિરસોમનાથ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે આરોપી સામે કેસ નોંધીને તેની શોધખોળ શરુ કરી છે.

સોમનાથ મંદિરનો ઇતિહાસ અત્યંત વૈભવશાળી હોવાના કારણે આ મંદિર પર અનેકવાર મુસ્લિમ આક્રમણકારીઓએ હુમલા કર્યા છે. મંદિરનું સોનું લુંટીને તેને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું છે. મહમુદ ગઝની દ્ધારા આ મંદિર પર આક્રમણ કરવાનો ઇતિહાસ ઘણો ચર્ચિત છે. આ જ આક્રમણની મૌલાના પોતાના વીડિયોમાં પ્રશંસા કરી રહ્યો હતો.