Viral/ તુર્કીમાં એક ઠીંગણા કદના વ્યક્તિએ એવું કામ કર્યું કે, લોકો તેમની પ્રશંસા …

ગત અઠવાડિયે તુર્કીમાં 7 થી વધુ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપના કારણે દેશમાં જાનમાલને મોટું નુકશાન થયું છે, જેમાં તુર્કીનું ઇઝમિર શહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

World Trending
a 65 તુર્કીમાં એક ઠીંગણા કદના વ્યક્તિએ એવું કામ કર્યું કે, લોકો તેમની પ્રશંસા ...

ગત અઠવાડિયે તુર્કીમાં 7 થી વધુ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપના કારણે દેશમાં જાનમાલને મોટું નુકશાન થયું છે, જેમાં તુર્કીનું ઇઝમિર શહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ ભૂકંપથી અત્યારસુધીમાં 100 થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે અને સરકારે રેસ્ક્યુ ઓપરેશન હાથ કરી રાહત બચાવની કામગીરી ચાલી રહી છે.

આ રાહત બચાવની કામગીરી દરમિયાન શહેરનો રિદવાન સેલિક નામના ઠીંગણા કદના ભાઈ સ્થાનિક લોકોમાં ખૂબ પ્રશંસા મેળવી રહ્યા છે. કારણ છે, ઇઝમિર શહેરમાં ધરતીકંપના આંચકા આવ્યા પછી બચાવ અને રાહતકાર્યમાં તેમણે ઘણી મહત્વની કામગીરી બજાવી છે.

આ પણ વાંચો : એવું તો શું ખાસ છે મહિન્દ્રાની આ કારમાં, કે તેની તસ્વીરો થઇ વાયરલ

આ ઠીંગણા કદના ભાઈની કામગીરી જોઈએ તો, કુદરતી આફતના સમયમાં ઇઝમિર શહેરમાં સૌથી વધારે નુકસાન થયું છે, ત્યારે રિદવાન લગભગ 24 કલાક સેવા આપે છે. રિદવાન ઠીંગણા કદને કારણે ધરતીકંપના કાટમાળ નીચે જઈને માણસોને બહાર કાઢી શકે છે. ફક્ત ત્રણ ફૂટ ઊંચો રિદવાન વતન ઇઝમિર શહેરમાં રહેતો નથી, પરંતુ કુદરતી આફતના સમાચાર મળતાં ઇસ્તંબુલથી પ્રવાસ ખેડીને ઇઝમિર પહોંચ્યો હતો. અને આ કામમાં લાગી ગયા છે.  ત્યારે આ કામગીરીને જોઈ લોકો તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો :અમદાવાદના પાયલોટ સાકેત કપૂરનું સિડની પ્લેન ક્રેશમાં મોત