OMG!/ શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ થઇ હોય ?

જેમ પોતાના પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

Ajab Gajab News Trending
Untitled 78 4 શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ થઇ હોય ?

કોઈ મહિલાના બેબી શાવરમાં એટલે કે ગોદભરાઈમાં તમે ગયા હશો. પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીના બેબી શાવર વિષે સાંભળ્યું છે? તો આજે અમે આપને એક અનોખા બેબી શાવર વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ પણ કરવામાં આવી હોય. હા, આ વાત છે સૌરાષ્ટ્રના હાલારી ગધેડીની ગોદભરાઈની. હાલારી ગધેડા જે ભારત દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે. જે સૌરાષ્ટ્ર હાલાર પંથક (જામનગર, દ્વારિકા)માં જેાવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત ૪૩૯ બચી છે જે હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે.

આ ગધેડાને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા-ભુજ દ્વારા હાલાર પંથકના ભરવાડ માલધારીઓ સાથે હાલારી ગધેડાના સંરક્ષણ માટે કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં ભરવાડ સમાજની બહેનોએ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

આ વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ ખાતે યોજવામાં આવી હતી. ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ વિધિ કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ । પ્રથમ ઘટના બની હતી. આ કાર્યક્રમમાં ૩૩ જેટલી હાલારી માદા ગધેડીઓએ ભાગ લીધો હતો. બહેનોએ ગર્ભવતી ગધેડીને સાજ શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખીને ગોદભરાઈ વિધિ કરી હતી.

કચ્છ જિલ્લામાં પણ હાલારી ગધેડાની નહિવત સંખ્યા જેવા મળે છે. કેટલાક કુંભાર પરિવારો હાલારી ગધેડા રાખે છે. હાલારી ગધેડાનું દૂધ દેશની અન્ય તમામ ગધેડાની પ્રજાતિઓ કરતા ઔષધીય રીતે સૌથી વધારી પૌષ્ટિક હોઈ અને પ્રતિ લીટર રૂપિયા ૧૦૦૦થી વધુ ઉપજવાની સંભાવના હોઈ સહજાવન સંસ્થા દ્વારા હાલારી ગધેડાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે..

રશિયા યુકેરિન યુદ્ધને કારણે વિશ્વના અબજોપતિને લાગ્યો અબજોનો ચૂનો, જાણો કોને કેટલું થયું નુકસાન

રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો

રશિયા-યુક્રેન યુદ્ધ: આગ, ધુમાડો, વિસ્ફોટ અને વિનાશ… રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં તબાહીના દ્રશ્ય, જુઓ ફોટો