ગુજરાત/ ગોતા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં ફસાઈ ગયો વ્યક્તિ, ત્રણ કલાકની મહેનત પછી ફાયર બ્રિગેડે બહાર નિકાળ્યો

અમદાવાદ શહેરના છેવાડે ગોતા જગતપુર રોડ પર આવેલા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં એક વ્યક્તિ ફસાઇ ગયો હતો

Top Stories Gujarat Others
2 41 ગોતા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં ફસાઈ ગયો વ્યક્તિ, ત્રણ કલાકની મહેનત પછી ફાયર બ્રિગેડે બહાર નિકાળ્યો

અમદાવાદ શહેરના છેવાડે ગોતા જગતપુર રોડ પર આવેલા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં એક વ્યક્તિ ફસાઇ ગયો હતો. જો  કે બાદમાં તેને હેમખેમ બહાર નિકાળવામાં આવ્યો છે. ગોતાના આ કોમ્પલેક્સમાં વારંવાર આ રીતની કોઇ અઘટિત ઘટના બનતી જ રહે છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં એક વ્યક્તિ ફસાઇ ગઇ હતી. આ વ્યક્તિ લગભગ ત્રણ કલાક સુધી લીફ્ટની અંદર ફસાયેલી રહી હતી. ફાયર બ્રિગેડે મહા મહેેનતે વ્યક્તિને હેમખેમ બહાર કાઢી હતી. જ્યાં સુધી ફાયર બ્રિગેડનું રેસ્કયુ કામ ચીલ રહ્યું હતુ ત્યાં સુધી આસપાસના વિસ્તારના લોકોનું ટોળુ ભેગું થઇ ગયું હતુ. કોમ્પલેક્સના લોકોના પણ જીવ તાળવે હતા. પરંતુ અંતે ફાયર બ્રિગેડે મહેનત કરી વ્યક્તિને સહી સલામત બહાર કાઢ્યો છે.

2 42 ગોતા ગણેશ જીનેસિસ કોમ્પલેક્ષની લીફ્ટમાં ફસાઈ ગયો વ્યક્તિ, ત્રણ કલાકની મહેનત પછી ફાયર બ્રિગેડે બહાર નિકાળ્યો

ઉલ્લેખનીય છે કે આ એ જ કોમ્પલેક્સ છે જેમાં ત્રણ વર્ષ પહેલા આગની ઘટના બની હતી. જેમાં એક મહિલાનું મોત નીપજયું હતું અને એક બાળકી સહિત કુલ આઠને આગની અસર થઈ હતી.