Not Set/ Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

ભારતની સાથે વિશ્વએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જુદી જુદી શૈલીને જોઇ. પીએમ મોદી ડિસ્કવરી ચેનલ પર બિયર ગ્રિલ્સ સાથે Man vs Wild  શો સાથે દેખાયા. આ શોનું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ શોમાં, પીએમ મોદીએ તેમના જીવનનાં કેટલાક અંગત પાસાઓ પરથી પડદો ઉઠાવ્યો હતો અને […]

India
PM Modi Man Vs Wild Show Streaming Time Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

ભારતની સાથે વિશ્વએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જુદી જુદી શૈલીને જોઇ. પીએમ મોદી ડિસ્કવરી ચેનલ પર બિયર ગ્રિલ્સ સાથે Man vs Wild  શો સાથે દેખાયા. આ શોનું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ શોમાં, પીએમ મોદીએ તેમના જીવનનાં કેટલાક અંગત પાસાઓ પરથી પડદો ઉઠાવ્યો હતો અને બિયર ગ્રિલ્સ સાથે વન્યપ્રાણી વિશેનાં તેમના વિચારો શેર કર્યા. આ શો વિશે ગ્રિલ્સે ટવીટ કર્યું હતું કે, આ શો વિશ્વનાં 180 દેશોમાં 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. શો વિશે ગ્રિલ્સએ ટ્વિટ કર્યું હતું કે, ‘180 દેશોનાં લોકો આ શો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં અંગત પાસાઓ જાણી શકશે. આ શો દ્વારા તે લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યાવરણમાં થતા ફેરફારો વિશે જાગૃત કરશે. 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે આ શો જોવાનું ભૂલશો નહીં.’

PM Modi to Feature on Bear Grylls Man Vs Wild 9 Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

પીએમ મોદીએ સ્વચ્છતાની વાત કરતા કહ્યુ

જ્યાં સુધી સ્વચ્છતાની વાત છે ત્યાં સુધી આપણે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે પ્રકૃતિ સાથે કંઈપણ ખોટું કરતા પહેલા, આપણે આપણી ભાવિ પેઢી વિશે વિચારવું જોઈએ. તે એક અદભૂત અનુભવ હતો. હું આશા રાખું છું કે આના દ્વારા આપણે ભારત વિશે વિશ્વને સકારાત્મક સંદેશ આપી શકીશું. તેમણે વધુમાં કહ્યુ કે, ભારતનાં દરેક છોડને ભગવાન તરીકે જોવામાં આવે છે. આપણે સ્વાર્થી કારણોસર આપણી પ્રકૃત્તિનું શોષણ કરીએ છીએ. આ ચિંતાનો વિષય છે.

movie 1565315277 1565341676 Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

પીએમ મોદી બાળપણમાં ઘરે લઇને આવ્યા હતા મગર

જંગલમાં બિયર સાથે આગળ વધતા પીએમ મોદીએ કહ્યું, હું દરરોજ તળાવમાં સ્નાન કરતો હતો. એકવાર મેં પાણીમાં મગરનું બચ્ચુ જોયું અને તેને ઘરે લઈ જવાનું નક્કી કર્યું. પ્રકૃતિથી ક્યારેય ડરવું નથી. આપણે ક્યારેય પ્રકૃતિથી ડરવું જોઈએ નહીં કે તેને ડરામણુ સમજવુ નહી. મને ક્યારેય ડર કે ગભરાટનો અનુભવ થયો નથી.

narendra modi 1 Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

પીએમ મોદીએ 18 વર્ષમાં પ્રથમવાર રજા લીધી

પીએમ મોદીએ કહ્યુ કે, મારું ધ્યાન હંમેશાં વિકાસ પર રહ્યું છે. તમારી સાથેની આ સફર મારી 18 વર્ષની પ્રથમ રજા છે. મારા માટે તે જરૂરી નથી કે હું કોણ છું. મેં ક્યારેય પણ કામ સિવાય બીજી કોઈ ચીજની પરવા નથી કરી. પીએમ મોદીએ કહ્યું, મેં વિશ્વને વધુ સારી રીતે સમજવા માટે 17-18 વર્ષની ઉંમરે મારું ઘર છોડી દીધું હતુ. ત્યારે મેં હિમાલય જવાનું નક્કી કર્યું.

man759 1 Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

ગીચ જંગલમાં પહોચતા ગ્રિલ્સ અને પીએમ મોદીએ બનાવ્યો ભાલો

ગીચ જંગલમાં પહેચતા જ ગ્રિલ્સ અને પીએમ મોદીએ વાઘનો સામનો કરવા માટે ભાલો બનાવ્યા. આ અંગે ગ્રિલ્સે કહ્યું કે તમે ભારતનાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. મારું કામ તમને જીવંત રાખવાનું છે. આ અંગે મોદીએ કહ્યું હતું કે, મારા સંસ્કાર કોઈની હત્યા કરવાની પરવાનગી આપતા નથી.

bhalaa Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

સામાન્ય પરિવારમાં થયો જન્મ

પીએમ મોદીએ કહ્યું, મારો જન્મ ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. અમે ખૂબ જ ગરીબ હતા, પરંતુ મારું જીવન હંમેશાં પ્રકૃતિ સાથે જોડાયેલું રહ્યુ છે. શિયાળામાં મેં સાબુ બનાવવા માટે ઝાકળનાં ટીપાંનો ઉપયોગ કર્યો કારણ કે અમે સાબુનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા.

reasons that made bear grylls a pm modi fan800 1565597388 Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

પ્રકૃત્તિ સાથે સમાધાન કરવુ જોઇએ અને જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં આવવુ જોઇએ

જિમ કોર્બેટ નેશનલ પાર્ક અંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘મને નથી લાગતું કે આપણે આ અનુભવને ખતરનાક માનવો જોઈએ. જો આપણે પ્રકૃતિ સાથે સમાધાન કરીએ તો કંઈપણ ખોટું નહીં થઈ શકે.’ પીએમ મોદીએ કહ્યું, ‘જીમ કોર્બેટ નેશનલ પાર્ક પ્રકૃતિનો અનુભવ કરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. જે લોકોને પર્યાવરણ અને તેના મૂલ્યોમાં રસ છે તેઓએ આ સુંદર જગ્યાએ આવવું જોઈએ.’

pm modi 1 69 1565419761 398056 khaskhabar Man vs Wild Episode : પીએમ મોદીએ બિયર ગ્રિલ્સ સાથે જંગલમાં વિતાવ્યો સમય, કહ્યુ 18 વર્ષમાં મારુ પહેલુ વેકેશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.