કચ્છ/ પાંજરાપોળ ગૌશાળાઓમાં આર્થિક દાન ન આવવાથી સંચાલન મુશ્કેલ બન્યું: ત્રિકમદાસજી મહારાજ

પાંજરાપોળમાં દાન આવતું નથી જેથી પશુની નિભાવણી થઈ શકતી નથી સરકાર અછત વખતે પશુદીઠ સબસીડી આપે છે. ત્યારે હવે પશુદીઠ કાયમી સબસીડીની માંગ કરવામાં આવી છે.

Gujarat Others
Untitled 79 11 પાંજરાપોળ ગૌશાળાઓમાં આર્થિક દાન ન આવવાથી સંચાલન મુશ્કેલ બન્યું: ત્રિકમદાસજી મહારાજ

કચ્છના પાંજરાપોળ સંચાલકો દ્વારા પશુદીઠ કાયમી સબસીડી આપવાની માંગ કરી છે. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત અને નંદીશાળાના અધ્યક્ષ એવા ત્રિકમદાસજી મહારાજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી છે. કહેવામાં આવ્યુ છે, પાંજરાપોળ ગૌશાળાઓમાં આર્થિક દાન ન આવવાથી સંચાલન મુશ્કેલ બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ પાંજરાપોળ કચ્છ જિલ્લામાં આવેલી છે પરિણામે સરકાર પશુદીઠ રૂ.25ની સબસિડી આપે તેવી માંગ કરવામાં આવી છે.

  • પશુદીઠ કાયમી સબસીડી આપવાની માંગ
  • કચ્છના પાંજરાપોળ સંચાલકોની રજૂઆત
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી રજૂઆત
  • આર્થિક દાન ન આવવાથી સંચાલન બન્યું મુશ્કેલ
  • પશુદીઠ રૂ.25ની સબસિડી આપે તેવી માંગ

રાજ્યના વિશાળ અને સરહદી જિલ્લા એવા કચ્છમાં માનવવસ્તીની સાપેક્ષમાં પશુધનની વસ્તી આવેલી છે,કચ્છમાં મુખ્ય વ્યવસાય પણ પશુપાલનનો છે જોકે વરસાદી અછત અને વિશાળ જિલ્લાના કારણે પશુપાલકો પોતાના ઢોરનું પાલન કરી શકતા નથી જેથી તેને પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવાય છે પરંતુ પાંજરાપોળમાં દાન આવતું નથી જેથી પશુની નિભાવણી થઈ શકતી નથી સરકાર અછત વખતે પશુદીઠ સબસીડી આપે છે. ત્યારે હવે પશુદીઠ કાયમી સબસીડીની માંગ કરવામાં આવી છે.

અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત અને નંદીશાળાના અધ્યક્ષ એવા ત્રિકમદાસજી મહારાજ દ્વારા આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરવામાં આવી છે.દેશના અન્ય 5 જિલ્લામાં કાયમી ધોરણે પશુદીઠ રૂ.25 ની સબસીડી ચૂકવાય છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ કાયમી પશુ સબસીડી ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જિલ્લામાં ગૌશાળા પાંજરાપોળમાં નિભાવ કરવામાં આવતા પશુઓની હાલત દયનિય બની છે. અબોલ, નિરાધાર, વૃધ્ધ, અપંગ,બીમાર પશુધનનો પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ કરવામાં આવે છે પાંજરાપોળ ગૌશાળાઓમાં આર્થિક દાન ન આવવાથી સંચાલન મુશ્કેલ બન્યું છે રાજ્યમાં સૌથી વધુ પાંજરાપોળ પણ આ જિલ્લામાં જ આવેલી છે ત્યારે સરકાર પશુદીઠ રૂ.25 ની સબસિડી આપે એ જરૂરી છે.

અમે સુરક્ષિત છીએ, લડતા શીખી રહ્યા છીએ : બોમ્બ બ્લાસ્ટ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓએ બતાવી હિંમત

યુક્રેનના 233 ટેન્ક, સશસ્ત્ર વાહનો, 28 એરક્રાફ્ટ સહિત મોટી સંખ્યામાં શસ્ત્રોનો કર્યો નાશ : રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો