Gujarat/ CCTV માં સમય અને તારીખ સેટ કરવી ફરજીયાત, અમદાવાદ CP નું જાહેરનામું

અમદાવાદ શહેરમાં લૂંટ, ફાયરિંગ જેવી ધટનાઓ વધતા જ શહેર પોલીસ એક્શનમાં આવી છે. ગુનાઓની તપાસમાં તેમજ આરોપીઓ સુધી પહોંચવામાં સીસીટીવી કેમેરાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે…

Ahmedabad Gujarat
11 5 sixteen nine 22 CCTV માં સમય અને તારીખ સેટ કરવી ફરજીયાત, અમદાવાદ CP નું જાહેરનામું

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં લૂંટ, ફાયરિંગ જેવી ધટનાઓ વધતા જ શહેર પોલીસ એક્શનમાં આવી છે. ગુનાઓની તપાસમાં તેમજ આરોપીઓ સુધી પહોંચવામાં સીસીટીવી કેમેરાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. ત્યારે અનેક વાર સોસાયટી કે ફ્લેટનાં સીસીટીવીમાં સમય અને ચોક્કસ તારીખ સેટ કરી ન હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં સમય લાગતો હોવાથી ગુનેગારે છટકી જાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સીસીટીવી કેમેરા અનુસંધાને જાહેરનામું બહાર પાડ્યુ છે.

CCTV that lets the crooks watch you, not the other way around… – Naked  Security

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર શહેર વિસ્તારનાં તમામ સીસીટીવી કેમેરાઓનાં માલિકો, સંચાલકો અથવા વ્યવસ્થાપકોએ તેઓનાં હસ્તકનાં તમામ સીસીટીવી કેમેરાઓમાં ચોક્કસ તારીખ તથા ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ સમય સેટ કરવો પડશે. સીસીટીવી કેમેરાની મદદથી ગુનેગારોને પકડવામાં તેમજ લૂંટ, હત્યા, ચોરી અને શરીર સંબંધી ગંભીર ગુનાઓને ઉકેલવામાં પોલીસને સરળતા રહેશે. પોલીસ કમિશનરનાં આ હુકમનું પાલન શહેરનાં તમામ સીસીટીવી કેમેરાનાં માલિકો દ્વારા ફરજીયાત કરવાનો રહેશે.

Gujarat / નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નથી, તમામને પકડવા CID ક્રાઈમની ખ…

Ahmedabad: CID ક્રાઈમની અમદાવાદમાં તવાઈ, ડુપ્લીકેટ કપડા વેચાણ કરતી દુકા…

Ahmedabad: ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો