સુરત/ માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજેતા

માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજેતા

Top Stories Gujarat Surat
jatoli shiv mandir 6 માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજેતા

@નિર્મલ પટેલ, કોસંબા

માંડવી નાગરિક બેંકની ચૂંટણીમાં ફરીવાર વર્તમાન સહકાર પેનલ વિજેતા બની હતી. કુલ 18 બેઠક માટે યોજાયેલ મતદાન માં 40 ટકા મતદાન થયું હતું. જેની ગત રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

 સુરત જિલ્લા ના માંડવી સહકારી આલમ માં ચર્ચા સ્પદ બનેલ માંડવી નાગરિક બેન્ક જી વ્યવસ્થાપક સમિતિ ના સભ્યો માટે 13 મી ના રોજ ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્તમાન બોડી ની ટર્મ પુરી થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માંડવી નાગરિક બેન્ક ના કુલ 18 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં કુલ 23 ઉમેદવારો એ ઉમેદવારી કરી હતી. નિયત કરેલ વિવિધ બેઠક પર  મતદાન પ્રક્રિયા પુરી થઈ હતી. કુલ 13 હજાર સભાસદો પેકી 5288 સભાસદો એ મતદાન કરતા 40 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 23 ઉમેદવારો ના ભાવિ મતપેટી માં સિલ થયાં હતાં. ગત રોજ વહેલી સવાર થી નાગરિક બેન્ક ની મુખ્ય  ઓફીસ માં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરી ના અંતે તમામ 18 બેઠક ઓર વર્તમાન શાસકો ની સહકાર પેનલ વિજેતા બની હતી. મત ગણતરી ના અંતે  ચૂંટણી અધિકારી વિજયચંદ્ર પાઠક અને કિરણ ભાઈ ભટ્ટ સહકાર પેનલ ના ઉમેદવારો ને સત્તાવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકોટ / આવો મળીએ કરોડપતિ ચોરને જે ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો…

ગોધરા / GPCBના લાંચિયા અધિકારી ગીરીજાશંકર સાધુના રેગ્યુલર જામીન નામં…

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો