જૂનાગઢ/ મહાદેવનો સાક્ષાત્કાર, ગરવા ગિરનારની ગોદમાં ધામધૂમથી ઉજવાશે મહાશિવરાત્રી

મહાશિવરાત્રી મેળાને હવે બે દિવસ બાકી છે.ત્યારે તારિખ 15ના રોજ સવારના ભવનાથ મંદિર ખાતે ધ્વજારોણ કરવામાં આવશે. જે બાદ જુદા-જુદા અખાડામાં ધ્વજા રોહણ કરી મેળાનો વિધિવત પ્રારંભ થશે.

Gujarat Others
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી મેળાને હવે બે દિવસ બાકી છે.ત્યારે તારિખ 15ના રોજ સવારના ભવનાથ મંદિર ખાતે ધ્વજારોણ કરવામાં આવશે. જે બાદ જુદા-જુદા અખાડામાં ધ્વજા રોહણ કરી મેળાનો વિધિવત પ્રારંભ થશે.પરંપરાગત રીતે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ભજન-ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ રૂપી મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે. જેની સુખાકારી માટે જુનાગઢ મનપા, વહીવટી તંત્ર, જીલ્લા પંચાયત વન ખાતું સહિતનું તંત્ર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, ઉતારા મંડળો, જ્ઞાતિ-સમાજ, સાર્વજનિક ઉતારાઓ, મઠો, મંદિરોમાં હજારોની સંખ્યામાં આવતા લોકો માટે ભોજનની સુવા-બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તા.15-2-2023ને બુધવારના મહાવદ નોમના ધજારોહણ શાસ્ત્રોકતવિધિથી કરવામાં આવશે. જે બાદ ભવનાથ મંદિરે ધજા ચડાવ્યા બાદ વિવિધ મંદિરો, મઠો ઉપર પણ ધ્વજારોહણ કરવામાં આવશે. જોકે આ વખતે તા.15-2ને બુધવારના નોમ-દશમ એક સાથે હોવાથી પ્રથમ દિવસથી બે દિવસ ગણાશે એટલે મેળો તા.18-2ને શનિવારના મહાશિવરાત્રીની 12 કલાકે મેળો સંપન્ન થઈ જશે તા.18-2ના રાત્રીના રવેડી ભવનાથ ક્ષેત્રના મુખ્ય રસ્તા ઉપરથી નીકળશે જેને જોવા માટે દેશાવરમાંથી દર્શનાર્થીઓ ઉમટી પડશે.બપોરના બે વાગ્યાથી રવેડીના મુખ્ય રોડની બન્ને સાઈડમાં દર્શનાર્થીઓ રવેડીમાં ખાસ આકર્ષક નાગાબાવાઓના અંગ કસરતના દાવો જેવા માટે ભુખ્યા તરસ્યા બેસી રહેશે. રોડની બન્ને સાઈડમાં બેરોકો-લોખંડ-લાકડાના પાઈપોથી આડસ બાંધી દેવામાં આવશે.

ભવનાથ તળેટીના મેળામાં દર વર્ષે દશેક લાખથી વધુ ભાવિકો અહીં આવે છે. જયારે ગિરનાર જંગલમાં 50થી વધુ સિંહ દિપડા અન્ય વન્ય પ્રાણીઓનો વસવાટ રહેલો છે. જે ભવનાથ મેળામાં ચડીને ન આવે તે માટે વન વિભાગે 22 ટીમો કામે લગાડી છે.ભવનાથ વિસ્તારમાં સાજણ બીટ, નેશવાડી, રૂપાયેતન, પ્રેરણાધામ, ગિરનારની સીડી પાસે એમ નવ રાવટીઓ ઉભી કરી રાઉન્ડ ધી કલોક વન વિભાગના ફોરેસ્ટર, ગાર્ડ સહિતનો સ્ટાફ તૈનાત કરાયો છે. વન્ય પ્રાણીઓ કદાચ ચઢી આવે તો બે ટ્રેકટર ટીમ અને ઈંટવા ગેઈટ, બોરદેવી ગેટ પાસે પાંજરા મુકવામાં આવ્યા છે. વેટરનરી ટીમ ખડેપગે રહેશે. આગ ન લાગે તેની પણ બાજ નજર રખાશે.

આ પણ વાંચો:મછરીનો ઉપદ્રવ વાહનચાલકો માટે બન્યો માથાનો દુખાવો, બની રહ્યું છે અકસ્માતનું કારણ

આ પણ વાંચો:માઇભક્તો સાથે 51 શક્તિપીઠની પરિક્રમા કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

આ પણ વાંચો:જામનગરમાં દીકરીના લગ્ન પહેલા પિતાનો આપઘાત, લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં

આ પણ વાંચો:જાહેરમાં બર્થડે પાર્ટી કરતા અટકાવતા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ચાર લોકોની અટકાયત