New Delhi/ મનીષ સિસોદિયાને મળશે રાહત? આવતીકાલે જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો આપશે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 05 20T190102.926 મનીષ સિસોદિયાને મળશે રાહત? આવતીકાલે જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય

Delhi News:દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો આપશે. બાર અને બેંચના જણાવ્યા અનુસાર, જસ્ટિસ સ્વર્ણ કાંતા 21 મેના રોજ સાંજે 5 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. 14 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

તો બીજી બાજુ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 15 મેના રોજ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી હતી. તેની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના જજ કાવેરી બાવેજાએ કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો. મનીષ સિસોદિયાની જામીન અરજી ફેબ્રુઆરીથી પેન્ડિંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન