ગુજરાત પ્રવાસ/ અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા, રસ્તામાં માણ્યો ફાફડાનો સ્વાદ

મનીષ સિસોદિયા ભાવનગર જવા રવાના થયા છે. આ સમયે તેમણે ફાફડાનો ટેસ્ટ કર્યો છે. ભાવનગર જતા બગોદરા ખાતે તેમણે ચા નાસ્તો કર્યો હતો.

Top Stories Gujarat Others
મનીષ સિસોદિયા
  • મનીષ સિસોદિયા બે દિવસ ગુજરાત પ્રવાસે
  • અમદાવાદ એરપોર્ટ પર કરાયુ સ્વાગત
  • આપ નેતાઓએ સિસોદીયાનું કર્યુ સ્વાગત
  • અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા
  • ભાવનગરની સરકારી સ્કૂલની કરશે મુલાકાત
  • સાંજે 5 વાગ્યે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં આવતા જ રોડ માર્ગે સીધા જ શિક્ષણમંત્રી જીતું વાઘાણીના શહેર ભાવનગરમાં જવા રવાના થયા છે. તેઓ આજે ભાવનગરમાં વિવિધ સરકારી શાળાની મુલાકાત લેશે. સાથે જ શિક્ષણના સ્તરની પણ ચકાસણી કરશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં શું વિકાસ કર્યો છે. તે જોવા માટે તેઓ અહીં જશે.

શિક્ષણ પર રાજનીતિ વચ્ચે ગુજરાત આવી પહોંચેલા મનીષ સિસોદિયાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. અહીં તેમણે એમ પણ કહ્યું હતું કે અમે દિલ્લીમાં શિક્ષણની તસવીર બદલી નાખી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણનમંત્રી મનીષ સિસોદિયા ભાવનગર જવા રવાના થયા છે. આ સમયે તેમણે ફાફડાનો ટેસ્ટ કર્યો છે. ભાવનગર જતા બગોદરા ખાતે તેમણે ચા નાસ્તો કર્યો હતો. આજે મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની શાળાની મુલાકાત લેશે.

a 38 2 અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા, રસ્તામાં માણ્યો ફાફડાનો સ્વાદ

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લેવાના છે. જાણવા મળી રહ્યું છે કે આજે મનીષ સિસોદિયા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરની જ સરકારી શાળાઓની મુલાકાત લેશે અને તેની પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપશે.

ઍરપૉર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “આજે હું ગુજરાતની મુલાકાતે છું અને ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, તેમણે શું કામ કર્યું છે, તે જોવા આવ્યો છું. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને પાંચ વર્ષ મળ્યાં, તો ત્યાં સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ.”

“અહીં તો ભાજપની 27 વર્ષથી સરકાર છે, તો મને એ જોવાનું મન છે કે ભાજપે 27 વર્ષમાં કેટલા સુધાર કર્યા છે. બાપુ અને સરદાર પટેલની ધરતી પર ઍજ્યુકેશનની વાત નહીં થાય, તો ક્યાં થશે?”આ પહેલાં તેમણે આ અંહે ટ્વીટ પણ કર્યું હતું, જેને આપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રિ-ટ્વીટ કરવમાં આવ્યું હતું.

મનીષ સિસોદિયા જમીનમાર્ગે ભાવનગર જવાના છે અને શાળાની મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ પરત ફરશે અને પાર્ટી મુખ્યાલયે પત્રકારો સાથે વાતચીત કરશે. દિલ્હીના શિક્ષણ મંત્રીએ ત્રણ વર્ષ જૂનો દિલ્હીની શિક્ષણવ્યવસ્થાનો કાયાપલટ દર્શાવતો વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.

આ પણ વાંચો :હિંમતનગરમાં પરિસ્થિતિ તંગ બનતા કલમ 144 લાગુ કરવામાં આવી,13 એપ્રિલ સુધી,કલેકટરે જાહેરનામું બહાર

આ પણ વાંચો : ગુજરાતમાં કોમી હિંસા મામલે યોજાયેલી મહત્વની બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ,જાણો

આ પણ વાંચો :દહેજમાં ઓર્ગેનિક કંપનીમાં મોડીરાત્રે બ્લાસ્ટ થતાં પાંચના મોત

આ પણ વાંચો :પ્રાકૃતિક પેદાશ કરવા પ્રધાનમંત્રીએ પાટીદારોને પ્રેર્યા