Not Set/ મોદી સરકારનાં મિસમેનેજમેન્ટનાં કારણે દેશમાં છે મંદી : મનમોહન સિંહ

દેશમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે. ઓટો સેક્ટરથી લઇને કાપડ ઉદ્યોગ આજે મંદીનાં સંકજામાં આવી ગયા છે. જેને લઇને લોકો આજે બેરોજગાર બની ગયા છે. દેશમાં આજે યુવાનોને રોજગાર જોઇએ છે ત્યારે સરકાર દ્વારા તેના પર ધ્યાન ન અપાતા હાલત એવી થઇ છે કે આજે રોજગારી તો બહુ દૂરની વાત છે પણ […]

Top Stories India

દેશમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે. ઓટો સેક્ટરથી લઇને કાપડ ઉદ્યોગ આજે મંદીનાં સંકજામાં આવી ગયા છે. જેને લઇને લોકો આજે બેરોજગાર બની ગયા છે. દેશમાં આજે યુવાનોને રોજગાર જોઇએ છે ત્યારે સરકાર દ્વારા તેના પર ધ્યાન ન અપાતા હાલત એવી થઇ છે કે આજે રોજગારી તો બહુ દૂરની વાત છે પણ લોકો બેરોજગાર થઇ રહ્યા છે. જેને લઇને હવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ચિંતા વ્યક્ત કરતા પોતાની વાતને દેશ સમક્ષ રાખી હતી.

આર્થિક મોર્ચે મોદી સરકાર વિપક્ષનાં નિશાના પર છે. જીડીપીમાં તીવ્ર ઘટાડાને લઇને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજે અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ ચિંતાજનક છે. પાછલા ત્રિમાસિક ગાળામાં 5 ટકાની વૃદ્ધિ સૂચવે છે કે અર્થતંત્રમાં સ્લોડાઉન ચાલી રહ્યુ છે. ભારતમાં ખૂબ જ ઝડપી ગતિથી વિકાસ થવાની સંભાવના છે પરંતુ મોદી સરકારનાં ગેરવહીવટને કારણે આજે દેશ મંદી તરફ જઇ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટી જેવી ભૂલોનાં કારણે આપણા અર્થતંત્રને ભારે નિકસાન થયુ છે. જેનાથી હજુ પણ આપમે બહાર આવી શક્યા નથી.

મનમોહનસિંહે કહ્યું હતું કે, “હું સરકારને અપીલ કરું છું કે, બદલાની રાજનીતિનો ત્યાગ કરે અને માનવસર્જિત કટોકટીમાંથી અર્થતંત્રને બહાર કાઠવા લોકોનો અવાજ સાંભળે.” તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓનાં પરિણામે મોટા પાયે રોજગાર વિનાનો વિકાસ થઈ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ થવાની સંભાવના છે પરંતુ મોદી સરકારનાં ગેરવહીવટને કારણે આપણે આર્થિક મંદીનાં સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, આ ખાસ કરીને પરેશાન કરે છે કે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર 0.6% છે. આ સ્પષ્ટ કરે છે કે, આપણી અર્થવ્યવસ્થાએ માનવસર્જિત બ્લંડર ડિમોનેટાઇઝેશન અને જીએસટીથી હજુ સુધી બહાર આવી શકી નથી. નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું કે, બદલાની રાજનીતિ કરવાને બદલે તેમણે લોકોનાં સૂચનો પર ધ્યાન આપવું જોઈએ અને અર્થવ્યવસ્થાને સુસ્તીથી ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂર્વ વડા પ્રધાને કહ્યું કે, આર્થિક પરિસ્થિતિ ગંભીર રીતે ચિંતાજનક છે અને પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5 ટકા દર્શાવે છે કે આપણે સતત આર્થિક મંદીનાં ગાળામાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.