RMC/ રાજકોટમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા 6 આવાસ સીલ કરતી મનપા

સરકાર દ્વારા મધ્યમ વર્ગની સુવિધા માટે ઉભા કરવામાં આવેલા આવાસોની ફાળવણી કરવામાં આવ્યા બાદ કેટલાક આવાસોમાં મૂળ માલિકના સ્થાને બીજા લોકો રહેતા હોવાની રાજકોટ મહાનગર પાલિકાને ફરિયાદ મળી હતી.

Gujarat Rajkot
aavas seal 1 રાજકોટમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા 6 આવાસ સીલ કરતી મનપા

સરકાર દ્વારા મધ્યમ વર્ગની સુવિધા માટે ઉભા કરવામાં આવેલા આવાસોની ફાળવણી કરવામાં આવ્યા બાદ કેટલાક આવાસોમાં મૂળ માલિકના સ્થાને બીજા લોકો રહેતા હોવાની રાજકોટ મહાનગર પાલિકાને ફરિયાદ મળી હતી. જેના આધારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વિસ્તારોમાં આવેલા આવાસોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ચકાસણી વેળાએ મૂળ માલિકના સ્થાને અન્ય રહેતા હોય તેવા આવાસોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

aavas seal 2 રાજકોટમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા 6 આવાસ સીલ કરતી મનપા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકર ટાઉનશીપ ખાતે કુલ 720 આવાસોની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવી હતી. મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા 6 આવાસ સીલ કરેલ કરવામાં આવેલ છે.

aavas seal 4 રાજકોટમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા 6 આવાસ સીલ કરતી મનપા

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસો ભાડે આપવા અને મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આવાસ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં 440 આવાસોની ચકાસણી કરવામાં આવેલ હતી.જેમાથી 6 આવાસોમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આ આવાસો સીલ કરવામાં આવેલ છે.તેમજ વીર સાવરકર ટાઉનશીપમાં 280 આવાસોની ચકાસણી કરવામાં આવેલ જ્યાં કોઈ જ આવાસમાં માલિક સિવાય અન્ય કોઈ રહેતું હોવાનું ધ્યાને આવેલ નથી.

majboor str 13 રાજકોટમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા 6 આવાસ સીલ કરતી મનપા