Political/ ના’રાજીનામુ આપનાર મનસુખ વસાવા આજે ગાંધીનગરમાં, શું ઘી નાં ઠામમાં ઘી પડી જશે?

નર્મદાનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યાંથી ગુજરાત ભાજપમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને ભાજપની નેતાગીરીમાં હડકંપ જોવામાં આવ્યો

Top Stories Gujarat Others
manshukh ના'રાજીનામુ આપનાર મનસુખ વસાવા આજે ગાંધીનગરમાં, શું ઘી નાં ઠામમાં ઘી પડી જશે?
  • નારાજ થશે ફરી રાજીરાજી ?
  • સાંસદ મનસુખ વસાવાના રાજીનામાનો મામલો
  • સાંસદ મનસુખ વસાવા આજે ગાંધીનગર આવશે
  • પોતાના મનની વાત લઈને ગાંધીનગર આવશે વસાવા
  • વસાવા પાર્ટી અને સરકારમાં પોતાની વાત રજુ કરશે
  • ઘી ના ઠામમા ઘી પડે તેવી શક્યતા

નર્મદાનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યાંથી ગુજરાત ભાજપમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને ભાજપની નેતાગીરીમાં હડકંપ જોવામાં આવ્યો. ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે સાંસદ મનસુખભાઈના ઘરે મુલાકાત કરી હતી. બંધબારણે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ પણ જોડાયા હતા.

गुजरात से भाजपा सांसद मनसुख वसावा ने छोड़ी पार्टी, पत्र लिख बोले- मुझे माफ  कर देना - bjp mp mansukh vasava resign

મુલાકાત બાદ ભરતસિંહે સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપમાં મનસુખભાઈ અને મેં સાથે કામ કર્યુ છે. હું તેમની પ્રકૃતિથી સારી રીતે વાંકેફ છું. તેઓ ખૂબ જ પ્રામાણિક નેતા છે અને એક કાર્યકર્તા તરીકે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. ભાજપ સંગઠન હાલ પાછલા લાંબા સમયથી ભાજપથી નારાજ જણાતા દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવાને મનાવી લેવીની કવાયતમાં હોવાનું જોવામાં આવી રહ્યું છે.

BJP Gujarat - Home | Facebook

બરોબર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે અને વિરોધ પક્ષો આંતરીક કલહનો લાભ ન લઇ જાય માટે ભાજપની નેતાગીરી ભાજપ ના’રાજીનામુ આપનાર સાંસદ મનસુખ વસાવાના રાજીનામા મામલે આજે ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવા આવી રહ્યા છે, ત્યારે બેઠક યોજશે અને ના’રાજીનામુ – રાજી’ નામામાં પલટાવવા વાર્તાલાપ કરશે. સાંસદ મનસુખ વસાવા પોતાના મનની વાત લઈને ગાંધીનગર આવશે અને સાસંદ વસાવા પાર્ટી અને સરકારમાં પોતાની વાત રજુ કરશે. એક રાજકીય અંદાજ પ્રમાણે હોલની સ્થિતિ અને ભાજપનાં વલણ તેમજ ખુલ સાંસદ મનસુખ વસાવાનાં વલણને જોતા પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ઘી નાં ઠામમાં ઘી પડી જશે ? જો કે આ મામલે લોકોએ વધુ રાહ જોવાની નથી કારણ કે વાસાવા આજે જ ગાંધીનગર આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…