Not Set/ અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

જો તમે અમદાવાદથી ફ્લાઇટ દ્વારા આવાગમન કરવાનો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે સલામતીની દ્રષ્ટિએ અત્યંત જોખમી હોવાનું સામે આવી રહ્યુ છે.

Top Stories Ahmedabad Gujarat
11 26 અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન
  • અમદાવાદ એરપોર્ટનો રન-વે રહેશે બંધ
  • છ મહિના માટે રન-વે બંધ રહેશે
  • અમદાવાદમાં ફ્લાઇટની સંખ્યામાં 50 ટકા ઘટાડો થશે
  • એરલાઇન્સને અંદાજે 300 કરોડનું આર્થિક નુક્સાન
  • રિકાર્પેટીંગકામ કરવાનું હોવાથી રન-વે બંધ કરાશે
  • રન-વે બંધ રહેતાં પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

જો તમે અમદાવાદથી ફ્લાઇટ દ્વારા આવાગમન કરવાનો છો તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. જણાવી દઇએ કે, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે સલામતીની દ્રષ્ટિએ અત્યંત જોખમી હોવાનું સામે આવી રહ્યુ છે. જે કારણોસર તેનુ રિકાર્પેટીંગ કરવાનુ હોવાથી તેનો રન-વે 6 મહિના માટે બંધ કરવામાં આવશે.

11 27 અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

મહારાષ્ટ્ર / ઓનલાઇન ક્લાસ દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો પોર્ન વીડિયો અને પછી…..

આપને જણાવી દઇએ કે, ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશનના રીપોર્ટ મુજબ અમદાવાદ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે માં ખરાબી અને સલામતી દ્રષ્ટિએ તે અત્યંત જોખમી હોવાના કારણેે તેનું રિકાર્પેટીંગ કરવાનુ હોવાથી આ રન-વે 6 મહિના માટે બંધ રાખવામાં આવશે. જે બાદ અમદાવાદમાં ફ્લાઇટની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થશે. આ રન-વે બંધ રહેવાથી પ્રવાસીઓને મોટુ નુકસાન થશે, સાથે એરલાઇન્સ કંપનીને પણ અંદાજે 300 કરોડ આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે. જણાવી દઇએ કે, આ વર્ષે નવેમ્બરથી 6 મહિના સુધી આ રન-વે બંધ રાખવામાં આવશે. વળી સવારે 9:30થી સાંજે 5:30 દરમ્યાન આ રન-વે બંધ રહેવાથી એરલાઇન્સ કંપનીઓને રૂપિયા 300 કરોડથી પણ વધુ નુકસાન ભોગવવું પડે તેવી સંભાવના છે. કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી એરલાઇન્સ કંપનીઓને માઠી દશા બેઠી છે. જણાવી દઇએ કે, વર્ષ 2016થી અત્યારસુધી 6 વખત રિ-કાર્પેટીંગ થઇ ચુક્યુ છે. વળી હવે ચોમાસું શરૂ થવા જઇ રહ્યુ છે, ત્યારે રન-વે પર ખાડા પડી ન જાય તે માટે આ કામ અત્યંત જરૂરી બની ગયુ હતુ.

11 28 અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

આધારકાર્ડ લિંક / જમીન રેકોર્ડને આધાર સાથે લિંક કરાશે, દરેક પ્લોટનો યુનિક આઇડી નંબર હશે

પહેલાથી જ કોરોનાકાળનાં કારણે નુકસાન ભોગવી રહેલી એરલાઇન્સ કંપનીઓને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ રહી છે. કોરોનાની બીજી લહેર પહેલા સ્થિતિ સામાન્ય બની જે બાદ એવો માહોલ બન્યો હતો કે હવે સ્થિતિ પહેલા જેવી બની જશે અને હવે જીવન પાટે પાછુ ફરશે, પણ થયુ તેનાથી બિલકૂલ વિપરીત. બીજી લહેર આવ્યા બાદ મુસાફરો પૂરી રીતે ઘટી ગયા અને એરલાઇન્સ કંપનીઓને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો,  ત્યારે હવે એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, હજુ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Footer અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન