Rajkot Gamezone Tragedy/ અમદાવાદના કેટલાય હાઈરાઈઝ બિલ્ડિંગ NOC વગરના છે

અમદાવાદના

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 1 અમદાવાદના કેટલાય હાઈરાઈઝ બિલ્ડિંગ NOC વગરના છે

Ahmedabad News : રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડને પગલે તંત્ર જાગ્યું હોય તેવું જણાય છે. રાજકોટ મામાલામાં એનઓસીએ જ તંત્રનો ભાંડો ફોડ્યો હતો. તપાસમાં અમદાવાદના ચાંદખેડામાં આવેલ એક કોમ્પ્લેક્સ પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે.અમદાવાદમાં અનેક ઠેકાણે ઉંચ બિલ્ડીંગો ઉભી કરી દેવાઈ છે. પરંતુ કેટલીય બિલ્ડીંગો પાસેએનઓસી નથી. એનઓસી વગરની ઈમારતો ક્યારેક જોખમી સાબિત થાય છે. જેમાં અમદાવાદની જગતપુર સેવી સ્વરાજ આકાંક્ષા ફ્લેટમાં તપાસ કરવામાં આવતા તેમાં અગાઉ વર્ષ 2022 સુધી ફાયર એનઓસી હતી.ત્યારબાદ ફાયર એનઓસી લીધી ન હોવાનું બહાર આવ્યુ છે.

જો કે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જે લોકોની પૂછપરછ કરતા લોકોએ ફાયર એનઓસી માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યુ હતું,પરંતુ એનઓસી વર્ષ 2022 બાદ લીધી ન હતી. જેથી સોસાયટીમાં રહેતા લોકોની જિંદગીને જોખમ થાય તેવું કૃત્ય કર્યું હોવાથી આ મામલે પોલીસે સેવી સ્વરાજ આકાંક્ષાના ચેરમેન, સેક્રેટરી, ટ્રેઝરર તથા કમિટીના સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગ છે. તેથી જો ઈમારતોમાં કોઈ દુર્ઘટના બને જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થાય છે.. અમદાવાદમાં હજી કેટલીય ઈમારતો એનઓસી વગર ધમધમે છે. જેની તપાસ થવી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી