Political/ મને પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો, મને કાંઈ થયુ નથીઃ નીતિન પટેલ

મને પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો, મને કાંઈ થયુ નથીઃ નીતિન પટેલ

Top Stories Gujarat Others
bjp 9 મને પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો, મને કાંઈ થયુ નથીઃ નીતિન પટેલ
ઉત્તરાયણ પર્વે નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ હળવામૂડમાં જણાયા હતા.  ગાંધીનગરજિલ્લામાં રૂપિયા 17 કરોડના ખર્ચે તૈયાર થયેલાં ફ્લાયઓવરના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે રમૂજ મૂડમાં રાજકીય રીતે ત્રણ મહત્વના મુદ્દા પર ભાર મૂક્યો હતો. સાથે કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું અને જણાવ્યું હતું કે, મને પાડવાના  અનેક લોકોએ પ્રયાસ કર્યો,  પરંતુ મને કાંઇ થયું નથી.  એવો સંકેત આપ્યો તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ પણ  વ્યક્ત કર્યો હતો. સાથે ઉત્તરાયણપર્વે વિકાસનો પતંગ ઉચે ગયો છે , કોંગ્રેસનો પતંગ કપાયો હોવાની વાત પણ કરી હતી.
*મને પાડવાનો અનેક લોકોએ પ્રયાસ કર્યો*
બ્રિજના લોકાર્પણ સમય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રમૂજ મુડમાં પોતાની વ્યથા ઠાલવી હતી. બાળપણની પિરામિડ બનાવતી વખતે તેમને ઉપર રાખી ધ્વજ કરવાનો મોકો મળતો હતો. તે સમયે પણ તેઓ પડ્યા નથી તે વાત ને હાલના રાજકારણ સાથે જોડીને એવું કહ્યું કે હજુ પણ મને પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ મને કંઈ થયું નહીં.  મારા માતાજી મારી સાથે છે તેમ કહી તેમણે જાહેરમાં પોતાની વ્યથા ઠાલવી હતી. અગાઉ પણ ગયા વર્ષે વિશ્વ ઉમિયા ધામના મંદિરના ભૂમિપૂજન પ્રસંગે તેમને વ્યથા ઠાલવતા કહ્યું હતું કે લોકોએ મારા પગ ખેંચવાના પ્રયાસો કર્યા પરંતુ મને પાડી શક્યા નહીં. મારા માતાજીના આશીર્વાદ મારી સાથે છે. જેથી મને કંઈ થયું નહિ
*વિકાસનો પતંગ ઉંચે ગયો , કોંગ્રેસનો પતંગ કપાયો*
ગાંધીનગર સરખેજ હાઇવે પર બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન પટેલએ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં વિકાસનો પતંગ કોરોના કાળમાં પણ અપાયો નથી. વિપક્ષ વાળા ગમે તેવા પતંગ દોરી લાવે,  ચાઈનાની દોરી લાવ્યા કે કાચવાળી તોય ભાજપનો પતંગ કપાશે નહીં. છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનો કમળનો પતંગ ચગતો  આવ્યો છે. કોંગ્રેસના બધા પતંગ કપાયા છે.વિધાનસભા અને લોકસભામાં પણ કોંગ્રેસના બધા ફૂદ્દા કપાઈ  ગયા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બધા લોકો ભાજપ ને જ મત આપીને જીતડશે. જેથી કોંગ્રેસના બચેલા પતંગ પણ કપાઈ જશે
*-સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપ જીતશે*
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ તમામ મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં  જીત હાંસલ કરશે તેવો આશાવાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો.  સાથે જ તેમણે કહ્યું હતું કે આ વખતે કોંગ્રેસને જાકારો આપી ભાજપના ઉમેદવારોને વિજય બનાવશે અને કોંગ્રેસના ઉમેદવારોને ઘરે બેસાડશે
સરખેજ થી ગાંધીનગર સુધીના હાઈવે પર 10 અલગ-અલગ બ્રિજો બનશે  જેમાંના 3 નું લોકાર્પણ થયું છે અને બાકીના તમામ બ્રિજનું કામ 15 ઓગસ્ટ સુધી પુરા થઈ જશે .

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો