Weather/ હજુ ઠંડીથી રાહત નહીં મળે, ઘણા રાજ્યો હજી ગાઢ ધુમ્મસની લપેટમાં છે

હજુ ઠંડીથી રાહત નહીં મળે, ઘણા રાજ્યો હજી ગાઢ ધુમ્મસની લપેટમાં છે

Top Stories India
corona ૧૧૧૧ 23 હજુ ઠંડીથી રાહત નહીં મળે, ઘણા રાજ્યો હજી ગાઢ ધુમ્મસની લપેટમાં છે

ભારતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જ્યારે પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

આઇએમડી અનુસાર, 17 જાન્યુઆરીએ વારાણસીમાં ગાઢ  ધુમ્મસને કારણે દૃશ્યતા 25 મીટર સુધી પહોંચી હતી. અમૃતસર, દહેરાદૂન, ગયા, બહરાઇચ દ્રશ્યતા 50 મીટરની હતી. તો ચંદીગઢ,  બરેલી, લખનૌ, તેજપુર 200 મીટર અને ગંગાનગર, અંબાલા, પટિયાલા, દિલ્હી-પાલમ, ગ્વાલિયર, ભાગલપુર દૃશ્યતા 500 મીટર સુધી હતી.

દિલ્હી-એનસીઆર પર પણ છવાયું અંધારું, દૃશ્યતા શૂન્ય છે

રવિવારે સવારે દિલ્હી-એનસીઆર ઘેરા ધુમ્મસથી ઘેરાયેલો હતો. રાત્રે દસ વાગ્યા સુધી રસ્તા પર જોવામાં તકલીફ પડી રહી હતી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલીટી શૂન્ય પર આવી ગઈ. આને કારણે હવાઈ અને રેલ સેવાઓને અસર થઈ હતી.

Navsari / ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુ…

કૃષિ આંદોલન / 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવ…

એરપોર્ટથી આશરે 24 ફ્લાઇટ્સ મોડી પડી હતી. તે જ સમયે, દિલ્હીના જુદા જુદા રેલ્વે સ્ટેશનો પર 18-20 ટ્રેનો મોડી આવી હતી. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કરી રહેલા દેશના ઘણા વિસ્તારોના લોકોને રાહત મળી નથી. હવામાનશાસ્ત્ર પ્રમાણે ઠંડીથી રાહત મળશે નહીં. સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ ઉપર નોંધાયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો