America/ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજીએ કહ્યું- ‘મારા કાકા ક્રૂર અને વિશ્વાસઘાતી છે, તેમને જેલમાં મોકલવા જોઈએ’

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે કહ્યું છે કે તેના કાકા ‘ગુનેગાર, ક્રૂર અને વિશ્વાસઘાતી’ છે. મેરીએ કહ્યું કે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તેને જેલમાં મોકલવા જોઈએ. મેરી, એક મનોવૈજ્ઞાનિક  અને લેખક છે, તે તેના પિતાના નાના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય આલોચક છે.

Top Stories World
japan 1 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજીએ કહ્યું- 'મારા કાકા ક્રૂર અને વિશ્વાસઘાતી છે, તેમને જેલમાં મોકલવા જોઈએ'

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે કહ્યું છે કે તેના કાકા ‘ગુનેગાર, ક્રૂર અને વિશ્વાસઘાતી’ છે. મેરીએ કહ્યું કે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તેને જેલમાં મોકલવા જોઈએ. મેરી, એક મનોવૈજ્ઞાનિક  અને લેખક છે, તે તેના પિતાના નાના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય આલોચક છે. તેમણે આ વિચારધારાને નકારી કાઢી હતી કે ટ્રમ્પની વિરુદ્ધ કાર્યવાહીથી દેશમાં રાજકીય વિભાજન વધુ ગાઢ બનશે.

science / એસ્ટરોઇડ્સના નમુના લઈને ધરતી પર પાછુ ફર્યું જાપાનનું હાયાબુસ…

Research / અવકાશમાં પ્રથમવાર ઉગાડવામાં આવ્યા મૂળા, નાસાએ શેર કર્યા ફોટા…

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભત્રીજીએ તેમના પર ગંભીર આક્ષેપો કર્યા હતા

મેરી ટ્રમ્પે  ન્યૂઝ એજન્સીને આ અઠવાડિયે આપેલા એક ઇન્ટરવ્યુમાં, “અમેરિકન લોકો આની સાથે વ્યવહાર કરી શકે છે અને આપણે હવે આગળ વધવું જોઈએ.  વારંવાર કહેવું નિશ્ચિતરૂપે આપમાન જનક છે ” શું કોઈની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો નહિ થાય તો સ્પષ્ટ છે કે હજુ પણ આનાથી પણ ખરાબ વ્યક્તિને સ્વીકારવા આપને માનસિક રીતે તૈયાર છીએ. “મેરીની ટિપ્પણીઓ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના  અભિયાનના પ્રવક્તાએ કહ્યું,” તેણીની પોતાના પુસ્તકના વેચાણ માટે આ બધું કરી રહી છે.”મેરી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે.

ટ્રમ્પની વિરુદ્ધ મુકદ્દમો દાખલ કર્યો છે

મેરી ટ્રમ્પે આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે તેના કાકા ટ્રમ્પ વિશેના પુસ્તક ‘ટુ મચ એન્ડ નેવર ઈનફ, હાઉ માય ફેમિલી ક્રિએટ ધ વર્લ્ડનો મોસ્ટ ડેન્જરસ મેન’નો બીજો પરત લખવા જી રહી છે. કુટુંબ વિશે મેરીનું પહેલું પુસ્તક જુલાઈમાં બહાર આવ્યું હતું. સપ્ટેમ્બરમાં મેરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેના ભાઈ રોબર્ટ ટ્રમ્પ અને તેની બહેન મરિયમ ટ્રમ્પ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…