Not Set/ જમાલપુર શાકમાર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. રોજ મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થઇ રહ્યા છે. સરકાર આ વાયરસને કંટ્રોલ કરવામાં પૂરી રીતે ફેઇલ રહી છે.

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદ જમાલપુર શાકમાર્કેટમાં ભીડ
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • અનેક લોકો માસ્ક વગર કરી રહ્યા છે ખરીદી
  • શહેરમાં સતત વધી રહ્યું છે કોરાના સંક્રમણ
  • હજુ પણ લોકોમાં કરોના પ્રત્યે જાગૃતિનો અભાવ
  • ગઈકાલે શહેરમાં 2631 કોરોનાના કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. રોજ મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થઇ રહ્યા છે. સરકાર આ વાયરસને કંટ્રોલ કરવામાં પૂરી રીતે ફેઇલ રહી છે. ત્યારે બીજી તરફ સામાન્ય જનતા પણ આ બેદરકારીમાં સરખી જવાબદાર છે. આજે પણ અમદાવાદની વાત કરીએ તો ઘણા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે.

બેકાબુ કોરોના / દેશમાં વધુ એક ભયજનક રેકોર્ડ : 24 કલાકમાં 2.16 લાખ નવા કેસ, એક્ટિવ કેસ સાડા પંદર લાખને પાર

અમદાવાદ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે લોકો આજે પણ સમજી રહ્યા નથી કે તે કેટલી ખરાબ સ્થિતિમાં છે, આજે પણ ઘણા લોકો બિદાંસ્ત સરકારની ગાઇડલાઇનની અવગણના કરી રહ્યા છે. આ બેદરકારીનું એક ઉદાહરણ જમાલપુર શાકકમાર્કેટમાં જોવા મળ્યુ હતુ, જ્યા મોટા પ્રમાણમાં ભીડ ઉમટી આવી હતી. વળી આ ભીડમાં મોટા પ્રમાણમાં લોકોએ માસ્ક પહેર્યુ નહોતુ. વળી અહી સોશિયિલ ડિસ્ટન્સ પણ રાખવામાં લોકોની ઢીલાશ જોવા મળી હતી. દ્રશ્યો જોઇને એવુ લાગી રહ્યુ હતુ કે, અહી કોરોના નામનો કોઇ વાયરસ અસ્તિત્વમાં જ નથી. હજુ પણ લોકોમાં કોરોના વાયરસને લઇને ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે શહેરમાં 2631 કોરોનાનાં કેસ નોંધાયા હતા.

સર્વદળીય બેઠક / દિલ્હીમાં ચૂંટણી પંચે બોલાવી આજે સર્વદળીય બેઠક,પ.બંગાળની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ,જનસભા પર લાગી શકે પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાંં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ગુરુવારનાં રોજ 8152 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. દરમિયાન 81 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3023 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 44,298 છે. જેમાં  અમદાવાદ શહેરમાં નવા 2631  કેસ, સુરતમાં શહેરમાં નવા 1551 કેસ , વડોદરામાં શહેરમાં નવા 348 કેસ, રાજકોટ શહેરમાં નવા 698 કેસ, જામનગર શહેરમાં નવા 188કેસ, ભાવનગર શહેરમાં 102  નવા કેસ નોધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,75,768 ઉપર પહોચ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ