Ahmedabad/ શહેર પોલીસ માટે માસ્કનો ટાર્ગેટ માથાનો દુખાવો, તો પોલીસ કમિશનર કહે છે કોઇને ટાર્ગેટ અપાયો નથી

શહેર પોલીસ માટે માસ્કનો ટાર્ગેટ માથાનો દુખાવો, તો પોલીસ કમિશનર કહે છે કોઇને ટાર્ગેટ અપાયો નથી

Ahmedabad Top Stories Gujarat
KEVADIYA SAFARI પાર્ક 48 શહેર પોલીસ માટે માસ્કનો ટાર્ગેટ માથાનો દુખાવો, તો પોલીસ કમિશનર કહે છે કોઇને ટાર્ગેટ અપાયો નથી

@ભાવેશ  રાજપૂત, અમદાવાદ 

વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યાં એક તરફ વિશ્વના અનેક દેશો વેક્સિન ની શોધ કરી રહ્યા છે ત્યારે કોરોના વાયરસ ન ફેલાય તે માટે ગુજરાત સરકાર અને હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે પરંતુ માસ્ક વિનાના બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાતાની સાથે જ પોલીસની કામગીરીમાં મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં આવેલા 67 પોલીસ સ્ટેશનને માસ્કના રોજનાં 80 કેસ કરવા માટે અપાયેલાં ટાર્ગેટના કારણે પોલીસ કર્મીઓ અને શહેરીજનો વચ્ચે ઘર્ષણના કેસ વધી રહ્યા છે.

Tamil Nadu ePass: Vehicle e-pass for movement in Tamil Nadu, Chennai still  under restrictions, Government News, ET Government

Covid-19 / છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓ…

શહેરમાં આવેલા 67 જેટલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ, ASI, PSI સહિતના કર્મીઓને રોજ અલગ-અલગ ટાર્ગેટ આપવામાં આવતા તેમનામાં માનસિક તણાવ પણ જોવા મળી રહ્યો છે..અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં માસ્કના કેસ કરવાનો ટાર્ગેટ આપવામાં નથી આવ્યો..પરંતુ શહેર પોલીસના કર્મચારીઓને બિનઅધિકૃત રીતે આપવામાં આવેલા દંડના ટાર્ગેટના કારણે તેઓની કામગીરીનું ભારણ વધ્યું છે અને સાથોસાથ ઘર્ષણ પણ વધી રહ્યું છે.

Gujarat- No Masks? Pay Rs 500 fine! - NewsBharati

સાવધાન / 31st  ડિસેમ્બરે પાર્ટી કરતા લોકો સાવધાન, અમદાવાદ પોલીસે કરી …

અમદાવાદમાં અનેક વિસ્તારમાં માસ્કનાં કેસનો ટાર્ગેટ પુરો કરવા માટે પોલીસ દ્વારા માસ્ક વિનાં ફરતા 4 લોકોને ભેગા કરીને તમામ પાસેથી 250 રૂપિયા લઇને એક હજાર રૂપિયાનો મેમો બનાવાની પણ ફરજ પડે છે. મહામારીનાં સમયમાં જ્યારે લોકો પાસે રોજગારી નથી તેવામાં એક હજાર રૂપિયાની દંડની રકમ ઓછી કરાય તેવી માંગ પણ ઉઠી છે.

PARTY / પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓ…

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…