Surat/ સુરતની ટેક્સટાઈલ મિલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે

આગની આ ઘટનામાં આ કાપડ મિલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

Gujarat Surat
fire સુરતની ટેક્સટાઈલ મિલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે

ગુજરાતના સુરતમાં રવિવારે સવારે  એક ટેક્સટાઈલ મિલમાં ભીષણ આગ લાગી હતી.  . હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના રવિવારે સવારે ચાર વાગ્યે બની હતી. આગની આ ઘટનામાં આ કાપડ મિલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહી છે. સાથે જ આગ ઓલવવાનું કામ પણ ચાલુ છે. આ પહેલા પણ જાન્યુઆરીમાં સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક ​​થવાને કારણે મિલના 6 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, અજાણ્યો ટેન્કર ચાલક મિલ પાસે આવેલા નાળામાં ઝેરી કેમિકલ ઠાલવતો હતો. આ દરમિયાન તેમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો. જેના કારણે નજીકમાં આવેલી પ્રિન્ટીંગ મિલના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.