ધાનેરા/ ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાથી કાર્યકરો મૌન છે, બાકી.. : ભાજપ નેતાના બદલાયા સૂર

માવજીભાઈ વિધાનસભામાં ભાજપની ટિકિટ ઉપર ધાનેરા બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. માવજીભાઈ દેસાઈએ જાહેર મંચ પર ભાજપ પાર્ટી અને કાર્યકર્તાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

Top Stories Gujarat Others
સાચના 1 1 ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાથી કાર્યકરો મૌન છે, બાકી.. : ભાજપ નેતાના બદલાયા સૂર

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જોડ-તોડની નીતિ અને આક્ષેપબાજીઓ પણ શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના નાખુશ નેતા દ્વારા ભાજપ વિરુદ્ધ નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ડીસા APMCનાં ચેરમેન માવજીભાઈ દેસાઈએ ભાજપ વિરુધ્ધ નિવેદન આપ્યું છે.

નોંધનીય છે કે, માવજીભાઈ વિધાનસભામાં ભાજપની ટિકિટ ઉપર ધાનેરા બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. માવજીભાઈ દેસાઈએ જાહેર મંચ પર ભાજપ પાર્ટી અને કાર્યકર્તાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જેના પ્રતિસાદમાં ભાજપ આગેવાનો દ્રારા અસમર્થતા દર્શાવી માવજીભાઈના નિવેદનને પાયાવિહોણું ગણાવવામાં આવી રહ્યુ છે.

  • માવજીભાઈ દેસાઈનું ભાજપ વિરુદ્ધ નિવેદન
  • ડીસા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે માવજીભાઈ
  • કાર્યકર્તાઓમી કામગીરી પર કર્યા આક્ષેપો
  • નિવેદન સાથે ભાજપ આગેવાનો અસમર્થ
  • આગેવાનોએ પાર્ટીને શિસ્તબદ્ધ ગણાવી

ધાનેરા ભાજપ આગેવાન અને ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈના નિવેદન બાબતે ભાજપ આગેવાનોએ હાથ અધ્ધર કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાધેલા એ જણાવ્યું હતું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે કાર્યકરો પક્ષનો જીવ છે. જે ક્યારેય આવું કાર્ય ન કરે. જો કોઈ આ કાર્ય માં સામેલ થાય તો પક્ષ તેમના વિરુદ્ધ પગલાં લે છે.  બીજી બાજુ ભાજપ આગેવાન વસંત ભાઈ પુરોહિતએ પણ આ નિવેદન થી કિનારો કર્યો હતો.

સમગ્ર નિવેદન બાબતે પાર્ટી ને વફાદાર કાર્યકર્તામાં પણ ગણગણાટ શરૂ થયો હતો પણ ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાથી કાર્યકરો મૌન રહ્યા હોવાનું અનુમાન છે જો કે માવજીભાઈ દેસાઈ એ કાર્યકરો નામ હેઠળ કઈ રીતે ઈશારો કર્યો તે હજુ પણ રહસ્ય અકબંધ જ છે.

 

રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી

વિવાદ / કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ

વિવાદિત નિવેદન / ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ