સોમવારે સવારનાં રોજ એક વીડિયો વાયરલ થયો હતો, જેમા એક બાળક અચાનક રેલ્વે પ્લેટફોર્મ પરથી નીચે રેલ્વે ટ્રેક પર પડી જાય છે, વળી તે જ સમયે સામેથી ટ્રેન આવતી દેખાય છે, જે સમયે એક શખ્સ અચાનક દોડતો આવે છે અને આ બાળકને ફિલ્મી રીતે બચાવી લે છે. આ શખ્સનું નામ મયુર શેલ્ખે છે.
ટેકનોલોજી / હવે ડ્રાઇવિંગ સમયે કોલ-મેસેજનો રિપ્લાય આપવુ બન્યુ આસાન, Google લઇને આવ્યુ ભારતમાં આ શાનદાર ફીચર્સ
આ સમગ્ર ઘટના રેલ્વે પ્લેટફોર્મનાં સીસીટીવીમાં કેદ થઈ હતી. મહારાષ્ટ્રની આ ઘટનાને જોઇને, દરેક લોકો આ બહાદુર રેલ્વે કર્મચારીની પ્રશંસા કરી રહ્યા છે. મયુર શેલ્ખેએ એક એવુ કામ કર્યુ છે કે જેના માટે તેના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. મયુર શેલ્ખેનો બાળકને બચાવતો વીડિયો જે કોઇ પણ દેખે છે તેને પોતાની આંખો પર વિશ્વાસ થતો નથી. શેલ્ખે આજે દરેકની નજરમાં હીરો બની ગયો છે. આ અંગે શેલ્ખેએ કહ્યું કે, તે ડ્યુટી પર હતો ત્યારે જ તેણે બાળકને જોયો અને દોટ લગાવી દીધી. તેણે બાળકને પકડી પ્લેટફોર્મ પર બેસાડી દીધો અને પોતે પણ થોડા જ સેક્ન્ડમાં પ્લેટફોર્મ પર આવી ગયો. ઉદ્યાન એક્સપ્રેસ મહારાષ્ટ્રનાં વાંગની સ્ટેશન પરથી પસાર થાય છે. રેલ્વેને પણ શેલ્ખેની આ હિંમતવાન કાર્ય પર ગર્વ છે. સેન્ટ્રલ રેલ્વેનાં મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, શેલ્ખે એક રેલ્વે ફીલ્ડનો વર્કર છે જેનું કામ ટ્રેન સિગ્નલ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જોવાનું છે. અમને આનંદ છે કે શેલ્ખે અંધ માતાનો અવાજ સાંભળીને તેના બાળકને બચાવવા દોડી પડ્યો.
Covid-19 / કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા
રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ વિશે કહ્યું કે, શેલ્ખેએ જે કર્યું છે તેના માટે કોઇ પણ એવોર્ડ નાનો છે. પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે, શેલ્ખે બતાવેલી હિંમત પર ગર્વ છે. શેલ્ખેએ આ કામ પોતાના જીવનને દાવ પર લગાવીને કર્યું છે. એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ દ્વારા શેલ્ખેની બહાદુરી બદલ 50 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. બાળકની માતા સંગીતા શિરસત કહે છે કે, તે જેટલો આભાર માને તેટલો ઓછો છે. પોતાનો જીવ જોખમમાં નાખી તેમણે મારા દિકરાનો જીવ બચાવ્યો છે.