Not Set/ કોરોના વોરિયર્સ પર પોલીસની દાદાગીરીથી મેડિકલ એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ, કોરોના દર્દીઓ હેરાન પરેશાન

બાલાસિનોરનગરમાં આવેલ તમામ દવાખાના સહિત મેડિકલ સ્ટોર બંધ રાખી આજે તમામ એસોસિએશન ભેગા મળી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. – તેમજ ખોટી રીતે પોલીસે ડોક્ટર અને મેડિકલ સ્ટોરના સંચાલકને પુરી દેવા બાબતે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ માં જોડાઈ ગયા છે ત્યારે બીજી તરફ કોરોના દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે.

Gujarat Others Trending
vaccine 3 કોરોના વોરિયર્સ પર પોલીસની દાદાગીરીથી મેડિકલ એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ, કોરોના દર્દીઓ હેરાન પરેશાન

મહીસાગર ના બાલાસિનોર નગર માં કોરોના ના કપરા કાળ માં સેવા આપી રહેલા બે ડોક્ટરો ને પોલીસે કોઈ જ કારણ વગર પોલીસ મથકે બોલાવી ત્રણ કલાક સુધી જેલમાં પુરી રાખતા આજે તમામ મેડિકલ સ્ટોર સહિત દવાખાના ઓ બંધ કરી તમામ મેડિકલ એસોસિએશન આજે અચોક્કસ મુદત ની હડતાળ માં જોડાયા છે.

મહીસાગર જિલ્લા ના બાલાસિનોર નગરમાં આવા કોરોનાના કપરા સમયમાં પોતાના પરિવારની ચિંતા ના કરી કોરોના દર્દીઓને સારવાર કરી રહ્યા છે. ત્યાંરે આવા કોરોના વોરિયર્સ ડોક્ટરો પર પોલીસ કોઈ કારણ વગર પોતાની દબંગાઈ બતાવતી હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.

બાલાસિનોર નગરના બે ડોક્ટર ભાવેશ શાહ અને યસ મેડિકલ સ્ટોરના માલિક દિલીપભાઈને પોલીસ વાનમાં આવેલ એક કોન્સ્ટેબલે પી આઈ સાહેબ પોલીસ મથકે બોલાવે છે. કહી ડોક્ટર અને મેડિકલ સ્ટોરના માલિકને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા બાદમાં બાલાસિનોર પોલીસ મથકના પી આઈ દ્વારા કોઈ પણ કારણ વગર પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને બંનેને ત્રણ કલાક સુધી લોકઅપમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

જોકે સમગ્ર પોલીસની દબંગાઈ સામે મેડિકલ એસોસિએશન દ્વારા ખોટી રીતે જેલમાં પુરવા બદલ બાલાસિનોરનગરમાં આવેલ તમામ દવાખાના સહિત મેડિકલ સ્ટોર બંધ રાખી આજે તમામ એસોસિએશન ભેગા મળી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. – તેમજ ખોટી રીતે પોલીસે ડોક્ટર અને મેડિકલ સ્ટોરના સંચાલકને પુરી દેવા બાબતે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ માં જોડાઈ ગયા છે ત્યારે બીજી તરફ કોરોના દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે.