કચ્છ,
આગામી 30 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છનું વહીવટી તંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
અધિકારીઓના મોટો કાફલો સભા સ્થળ પર જાત નિરીક્ષણ કરીને તડામાર તૈયારીઓ કરી રહ્યુ છે.મળતી વિગતો મુજબ મોદી અંજારના સતાપર નજીક ગોવર્ધન પર્વત પાસે જંગી જાહેર સભાને સંબોધિત કરશે.

બપોરે સવા બે વાગ્યાના અરસામાં ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યાંથી ખાસ હેલિકોપ્ટર વડે તેઓ સભા સ્થળ પર પહોંચશે અને જાહેર સભા સંબોધસે.જાહેર સભા સ્થળ માટે 4 ડોમ બનાવવામાં આવ્યા છે હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલીપેડની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

માર્ગ પર ઠેરઠેર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે ગોવર્ધન પર્વત અને સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતાપર ના ગોવર્ધન પર્વત પર આવી રહ્યા હોવાની વાતને સદભાગ્ય ગણાવીને ખુશી વ્યક્ત કરી હતી.

અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આવકાર આપી તેઓ તેમના મતવિસ્તારમાં સભા સંબોધસે તે વાત ને મહત્વની ગણાવી ખુશી વ્યક્ત કરી હતી…આ સભામાં 60 હજારથી વધુ માણસો ઉમટી પડશે તેવું વાસણ ભાઈએ ઉમેર્યું હતું.
